GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વઘુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ

 

MORBI:મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વઘુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ

 

મોરબીમાં વધુ એક વ્યાજખોરીનો ભોગ બનતા યુવકે વ્યાજખોર સામે બંડ પોકારી કાયદાનું શરણ લીધું છે, જેમાં ખાનગી નોકરી કરતા યુવકે નવો ધંધો શરૂ કરવા ત્રણ મહિના પહેલા માસિક ૩૦ ટકા લેખે રૂ. ૧ લાખ વ્યાજે લીધા હતા ત્યારે ચમડાતોડ વ્યાજની ચુકવણીમાં ૭૦ હજાર જેટલી રકમ ચૂકવી દીધા બાદ પણ હજુ ૧.૭૦ લાખ આપવાનું કહી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વ્યાજખોરથી કંટાળી યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વ્યાજખોર સામે નાણા ધીરધાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી વિગતો મુજબ, મોરબીના વાવડી રોડ ભક્તિનગર મકાન નં.૧ માં રહેતા હર્ષદભાઈ મનુભાઈ કણજારીયા ઉવ.૨૮ એ સીટી એ ડિવિઝનમાં આરોપી કૃણાલ શાહ રહે.કાલિકા પ્લોટવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી હર્ષદભાઈ ખાનગી નોકરી કરતા હોય ત્યારે મકાન, મોટર સાયકલ અને મોબાઇલની લોનના અને અન્ય બીજો ધંધો કરવા આજથી ત્રણ મહિના પહેલા આરોપી કૃણાલ શાહ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા ૧,૦૦,૦૦૦/- ત્રીસ ટકા લેખે વ્યાજે નાણા લીધેલ હતા, જે દરમિયાન ફરિયાદી હર્ષાભાઈએ આરોપીને વ્યાજ પેટે રૂપિયા ૭૦,૦૦૦/- જેટલી રકમ ચુકવી આપેલ હોવા છતા વધુ રૂપિયા ૧,૭૦,૦૦૦/-ની વ્યાજની માંગણી કરેલ અને બળજબરી પુર્વક આરોપીએ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે મુજબની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!