MORBI:મોરબી-માળીયા હાઈવે પર ચાલતી ટ્રકમાં ભીષણ આગ ભભુકી





MORBI:મોરબી-માળીયા હાઈવે પર ચાલતી ટ્રકમાં ભીષણ આગ ભભુકી

મોરબી-માળીયા હાઈવે પર ગત મોડી રાત્રે એક ચાલતા ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકના કેબિનના ભાગને ભારે નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ, GJ-18-BV 6032 રજીસ્ટ્રેશન નંબર ધરાવતો ટ્રક જ્યારે મોરબી-માળીયા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ટીબડી પાટિયા પાસે આવેલા કબીર આશ્રમ નજીક અચાનક તેના કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.મોટી સફળતા: ફાયર ટીમે આગને ટ્રકના પાછળના હિસ્સા સુધી પહોંચતા અટકાવી હતી, જેના કારણે મોટી હોનારત ટળી ગઈ હતી.સલામત બચાવ: આગ લાગતાની સાથે જ ડ્રાઈવર અને ક્લીનર સમયસૂચકતા વાપરીને ટ્રકમાંથી નીચે ઉતરી ગયા હતા, જેને પરિણામે બંનેનો આબાદ બચાવ થયો છે.



