MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સબ જેલમાં અમદાવાદ સ્ક્વોડના દરોડા: શૌચાલયની કુંડીમાંથી કીપેડ ફોન મળી આવ્યો 

 

MORBI:મોરબી સબ જેલમાં અમદાવાદ સ્ક્વોડના દરોડા: શૌચાલયની કુંડીમાંથી કીપેડ ફોન મળી આવ્યો

મોરબી સબ જેલની સુરક્ષા વ્યવસ્થા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. જેલમાં થોડા સમય પહેલા જ મોબાઈલ મળી આવ્યાની ઘટના હજુ શાંત થઈ નથી, ત્યાં ફરી એકવાર અમદાવાદની ઝડતી સ્ક્વોડે અચાનક પાડેલા દરોડામાં જેલની બેરેક પાછળથી એક બિનવારસી કીપેડ મોબાઈલ ફોન ઝડપી પાડ્યો છે. આ ઘટનાને પગલે જેલ સત્તાધીશોમાં ભારે દોડધામ મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ ઝડતી સ્ક્વોડના જેલર ગ્રુપ-૧ દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા અને તેમની રેડ પાર્ટી (જેલર ગ્રુપ-૨ ના જવાનો) મોરબી સબ જેલ ખાતે આકસ્મિક તપાસ અર્થે પહોંચ્યા હતા. સ્ક્વોડ દ્વારા સવારે ૧૦:૪૦ થી બપોરે ૧૨:૩૦ કલાક સુધી જેલના ખૂણે-ખૂણાની સઘન ઝડતી લેવામાં આવી હતી.આ ચકાસણી દરમિયાન જેલના સર્કલ નંબર-૦૧ની બેરેક-૧ ની પાછળ આવેલા પ્રથમ શૌચાલય (સંડાસ)ની કુંડીની અંદરથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. કમ્પની કેચાડા (Kechoda) કલર: સિલ્વર / બ્લેક  બે સીમકાર્ડની જગ્યા ધરાવતો, સીમકાર્ડ વગરનો, બેટરી સાથેનો પરંતુ પાછળના ઢાંકણ વગરનો કીપેડ ફોન જેલની અંદર પ્રતિબંધિત મોબાઈલ ફોન મળી આવવાના ગંભીર મામલે અમદાવાદ ઝડતી સ્ક્વોડ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસે આ મામલે જવાબદાર કેદી કે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ બી.એન.એસ. (BNS) ની કલમ ૨૨૩ તથા પ્રિઝન એક્ટની કલમ ૪૨, ૪૩ અને ૪૫ મુજબ ગુનો નોંધીને, આ મોબાઈલ જેલની અંદર કોણ લાવ્યું હતું અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તે દિશામાં આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!