MORBI:મોરબીના પીપળી રોડ પર કુવામાં કુદી પ્રેમીપંખીડાએ સજોડે જીવન ટૂંકાવ્યું!
MORBI:મોરબીના પીપળી રોડ પર કુવામાં કુદી પ્રેમીપંખીડાએ સજોડે જીવન ટૂંકાવ્યું!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
એક દુજે કે લીયે નિભાવવા ભવ સાથ કુવા માં ઝંપલાવ્યું બાંધી રૂમાલ હાથ આ વાત છે ત્રણ-ચાર દાયકા પહેલાં ની તેં સમયે હીંદી ફીલ્મ આવ્યું હતું *એક દુજે કે લીયે* અને આ ફીલ્મ જોયા પછી અનેક યુવા યુગલો એ આપઘાત કરી લીધા હતા અને તે સમયે જ ભાવનગર જિલ્લાના વરતેજ પાસે નાં એક ગામમાં એક યુવાન યુવતી એ હાથે રૂમાલ બાંધીને કુવા માં ઝંપલાવ્યું હતું ત્યારે તે ઘટના સંદર્ભે ઉપરોક્ત પંક્તિ લખવા માં આવી હતી અને તેવી ઘટના નું પુનરાવર્તન થયું છે એટલે યાદ આવી ગયું છે
મોરબી તાલુકા નાં પીપળી રોડ પરની ફેકટરીમાં રહીને સાથે મજુરી કરતા યુવક અને યુવતીએ કુવામાં કુદી સજોડે આપઘાત કરી લેવાનો બનાવ બન્યો છે તે બાબતની જાણ પોલીસને થતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. અને આ યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું છે. ત્યારે ઉપરોક્ત ભુતકાળમાં બનેલી ઘટના નું પુનરાવર્તન થયું છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મુળ પાટણ જિલ્લા નાં હારીજ તાલુકા નો યુવક અને સમી તાલુકા ની યુવતી બન્ને હાલ પીપળી રોડ પરની કેરામિટા સિરામિક નામની ફેકટરીમાં સાથે કામ કરતાં હતાં યુવતી મિતલ પ્રસાદજી ઠાકોર અને યુવાન અંકિત ભલાજી ઠાકોર ની આંખ મળી ગઈ હતી. અને એક બીજા પ્રેમમાં પડી ગયાં હતાં. તે નવયુગલે સજોડે પીપળી ગામની સીમમાં આવેલ કુવામાં કુદી સજોડે આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકનાં એ. એસ. આઇ. વી. ડી. ખાચર સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગયા હતાં તપાસ હાથ ધરી છે. પ્રેમી પંખીડાં નેં સમાજ એક થવા નહીં દે અને તે બન્ને અલગ અલગ એકબીજા વગર રહી નહીં શકે તેવું માની ને તેઓએ આપઘાત નું અંતિમ પગલું ભરીને પ્રેમ ની વેદી પર બલીદાન આપ્યું હોય તેવું લાગી રહ્યું છે.