KALOL(Panchamahal)PANCHMAHAL

બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલએ રચ્યો ઈતિહાસ.SSCમાં સતત ત્રીજી વાર 100%, HSCમાં 99% પરિણામ સાથે ધમાકેદાર એન્ટ્રી.

 

તારીખ ૦૯/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બોરુ ગામે આવેલ રીફાઈ પબ્લિક સ્કૂલે માર્ચ-2026ની બોર્ડની પરીક્ષામાં ગૌરવવંતી સિદ્ધિ મેળવી છે. શાળાએ SSCમાં સતત ત્રીજા વર્ષે 100% પરિણામની હેટ્રિક લગાવી છે, જ્યારે HSC વાણિજ્ય પ્રવાહમાં 99% પરિણામ સાથે ગ્રાન્ડ ડેબ્યુ કર્યું છે. ત્યારે ધોરણ-10 SSCની ત્રીજી બેચે પણ 100% પરિણામ મેળવી શાળાની પરંપરા જાળવી રાખી છે. બીજી તરફ ધોરણ-12 HSC વાણિજ્યની ત્રીજી બેચે 99% પરિણામ સાથે શાળાનું નામ રોશન કર્યું છે. આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના સંચાલક હઝરત સૈયદ મોઇનુદ્દીન ઉર્ફે નૈયરબાબા રીફાઇ અને ટ્રસ્ટી સૈયદ સોયબબાબા સહિત રીફાઇ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના સંચાલક સૈયદ મોઇનુદ્દીન કમાલુદ્દીનબાબા રીફાઈ એ જણાવ્યું કે સફળતાની આ વિદ્યાર્થીઓના અતૂટ સમર્પણ, શિક્ષકોના ઉમદા માર્ગદર્શન તેમજ માતાપિતા અને દાતાઓના સતત વિશ્વાસ અને સમર્થનનો પુરાવો છે.તેઓએ વધુમાં ઉમેર્યું કે આ સિદ્ધિ ફક્ત રીફાઇ પબ્લિક સ્કૂલ બોરુ દ્વારા જાળવી રાખવામાં આવેલા શિક્ષણના ઉચ્ચ ધોરણોને જ નહીં, પરંતુ શ્રેષ્ઠતા, દ્રઢતા અને સમુદાયની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે જે અમારી શાળાને વ્યાખ્યાયિત કરે છે. શાળા પરિવારે આ સફરનો અભિન્ન ભાગ બનવા બદલ સૌ વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!