KALOL(Panchamahal)PANCHMAHAL
આજીવન લોકસેવક માણેકલાલ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કાલોલમાં પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી અપાઈ શ્રદ્ધાંજલિ

તારીખ ૦૮/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના આજીવન લોકસેવક તરીકે ઓળખાતા સ્વાતંત્ર્ય સેનાની અને પંચાયત થી પાર્લામેન્ટ સુધી પહોંચેલા માણેકલાલ ગાંધીની પુણ્યતિથી નિમિતે આજ સુધી તેઓની ટાઉનહોલ, સીબી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ખાતે અને કોલેજ ખાતે આવેલ પ્રતિમાને ફલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. એન એમ મેડિકલ ટ્રસ્ટ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી અને કાઉન્સિલર આશિષ સુથાર તેમજ સ્ટાફ દ્વારા માણેકલાલ ની પ્રતિમાને ફલહાર કરવામાં આવ્યા અને તેઓની સેવાઓને યાદ કરી ભાવાંજલિ આપી. કાલોલ ની શિક્ષણ સંસ્થાઓ, મેડિકલ અને આરોગ્ય ક્ષેત્રે તેઓએ ખૂબ સારા કામો કર્યા હતા કાલોલ જીઆઈડીસી અને આશ્રમશાળા પણ તેઓની દેન છે.









