MORBI:મોરબીમાં પ્લાસ્ટિકની કોથળીમાં વિદેશી દારૂના ચપલા સાથે એક શખ્સ ઝડપાયો: સપ્લાયરને પકડવા ચક્રો ગતિમાન







MORBI:મોરબીમાં પ્લાસ્ટિકની કોથળીમાં વિદેશી દારૂના ચપલા સાથે એક શખ્સ ઝડપાયો: સપ્લાયરને પકડવા ચક્રો ગતિમાન


મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન વાઘપરા શેરી નંબર-૧૦ પાસેથી એક ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, એ ડિવિઝન પોલીસની ટીમ જ્યારે પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે વાઘપરા શેરી નંબર-૧૦ પાસે એક ઈસમ પ્લાસ્ટિકની કોથળી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને તલાશી લેતા કોથળીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ઝડપાયેલ આરોપી: ભરતભાઈ સુરેશભાઈ સોનગ્રા (ઉંમર વર્ષ ૪૦) વાઘપરા શેરી નં. ૧૦, મોરબી ઝડપાયેલ મુદ્દામાલ: વિદેશી દારૂના ચપલા નંગ – ૧૬ કુલ કિંમત: ₹૧,૭૪૦/-એ ડિવિઝન પોલીસે આરોપી ભરતભાઈ સોનગ્રા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ સાથે જ આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર અન્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.




