GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં તોલમાપ ખાતાની 749 એકમોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી

વજન કાંટા, વે-બ્રિજ, પમ્પ યુનિટની ચકાસણી મુંદ્રાકન ફી પેટે રૂ. 5,07 લાખની વસુલાત

તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વજન કાંટા, વે-બ્રિજ, પમ્પ યુનિટની ચકાસણી મુંદ્રાકન ફી પેટે રૂ. 5,07 લાખની વસુલાત
સુરેન્દ્રનગર જિલ્લામાં તોલમાપના નિયમોનું પાલન ન કરાતું હોવાની બુમરાડો ઊઠી હતી જેને લઇ મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી જે.એચ. આદેસરાના માર્ગદશન હેઠળ વિભાગીય જુ. નિરિક્ષકો વી.કે.ગામિત અને ડી. એ. માતંગ દ્વારા એપ્રિલ/મે-2025ના સમયગાળા દરમ્યાન પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રિઝ, સોના, ચાંદી, અનાજ કરીયાણા, ફરસાણ, શાકભાજી તથા અન્ય વેપારી ફેરીયાઓના કાંટા-વજન ઇલેક્ટ્રોનિક્સ બેલેન્સ, વે-બ્રિજ તેમજ પંપ યુનિટની ચકાસણી/મુંદ્રાકન અને અન્ય ફી પેટે રૂ.5,07,855ની સરકારી આવકની વસૂલાત કરવામાં આવી હતી એપ્રિલ/મે-2025ના સમયગાળા દરમ્યાન ધી લિગલ મેટ્રોલોજી એક્ટ અને પેકેઝડ કોમોડિટિઝ રૂલ્સ અન્વયે 749 એકમોની ઓચિંતી મુલાકાત લઇ તોલમાપ ધારા અન્વયે 29 એકમ સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરી પ્રો.કેસ નોંધી રૂ.45,500 અને પેકેઝડ કોમોડિટિઝ રૂલ્સ અન્વયે 14 એકમ સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરી પ્રો.કેસ નોંધી રૂ.40,000 માંડવાળ ફી વસૂલ કરી છે આમ કુલ 43 એકમ સામે નિયમાનુસાર કાર્યવાહિ કરી કુલ રૂ.85,500 માંડવાળ ફી પેટે વસૂલ કરવામાં આવી છે જિલ્લામાં એપ્રિલ/મે-2025ના સમયગાળામાં સામૂહિક તપાસ દરમિયાન 5 મોબાઇલ યોજી 37 એકમો સામે નિયમના ભંગ બદલ કાર્યવાહી કરીને રૂ.63,500 માંડવાળ ફી પેટે સ્થળ ઉપર જ વસૂલાત કરવામાં આવી છે આ કચેરી દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કરાય છે એપ્રિલ/મે-2025ના સમયગાળા દરમ્યાન સ્કૂલ/કોલેજ અને જાહેર સ્થળોએ 6 ગ્રાહક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રાહકોની છેતરપિંડી બાબતે આ કચેરીને 7 ફરિયાદ મળી હતી આ તમામ ફરિયાદમાં તોલમાપ ધારા હેઠળ તપાસ હાથ ધરી નિકાલ કરાયો છે.

Back to top button
error: Content is protected !!