GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:મોરબી છોટાઉદેપુરથી ૫ વર્ષ પહેલાં ચોરાયેલું બાઇક ઝડપાયું, એક શખ્સની ધરપકડ

 

MORBI:મોરબી છોટાઉદેપુરથી ૫ વર્ષ પહેલાં ચોરાયેલું બાઇક ઝડપાયું, એક શખ્સની ધરપકડ

મોરબી એલ.સી.બી. (LCB) અને પેરોલ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન એક મહત્વની સફળતા મેળવી છે. છોટાઉદેપુર જિલ્લામાંથી આજથી આશરે પાંચેક વર્ષ પહેલાં ચોરાયેલી મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડી, વર્ષો જૂનો વણશોધાયેલો (અનડીટેકટ) ગુનો ડિટેક્ટ કર્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી એલ.સી.બી. તથા પેરોલ સ્ટાફની ટીમ મોરબી-હળવદ રોડ ઉપર ઊંચી માંડલ નજીક પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આગળ અને પાછળ નંબર પ્લેટ વગર મોટરસાયકલ ચલાવીને નીકળેલા એક ઈસમ પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસે તેને રોકીને મોટરસાયકલના કાગળો માંગતા તેની પાસે કોઈ આધાર-પુરાવા નહોતા

બાઇકની માલિકી અંગે સત્યતા ચકાસવા માટે પોલીસે ગુજરાત પોલીસના ‘પોકેટકોપ’ (PocketCop) સોફ્ટવેરમાં સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન સામે આવ્યું કે આ મોટરસાયકલ આજથી આશરે પાંચ વર્ષ પહેલાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયું હતું અને તે અંગે ત્યાં ચોરીનો ગુનો પણ રજિસ્ટર થયેલો હતો, જે આજદિન સુધી અણઉકેલાયેલ હતો.

પોલીસે ચોરાયેલું મોટરસાયકલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી અર્થે તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ બાબતે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનને પણ જાણ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલ આરોપીની વિગત વિક્રમભાઈ લુલજીભાઈ બાવાભાઈ નાયકા (ઉં.વ. ૨૯)મૂળ સરનામું: ગામ – કુંભાણી, તા.જી. છોટાઉદેપુર હાલ સરનામું: મનીષભાઈ સવજીભાઈ ચાપાણી પટેલની વાડી, ગામ – જીકીયારી, તા.જી. મોરબી કામગીરી કરનાર ટીમ: મોરબી LCB તથા પેરોલ સ્ટાફ

Back to top button
error: Content is protected !!