MORBI:મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન દોડ નું થયું આયોજન
MORBI:મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન દોડ નું થયું આયોજન
૨ કિમી, ૫ કિમી અને ૧૦ કિમીની મેરેથોન દોડ સાથે સાયકલોથોનનું આયોજન
૧૫૬૧ થી વધુ સ્પર્ધકો એ લીધો ભાગ વિજેતાઓને ૨૫૦૦ થી લઈને ૧૧ હજાર સુધીના ઇનામો સાથે પ્રમાણપત્ર આપ્યા
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
આજના સમયમાં હૃદયરોગના હુમલા આવવાના બનાવો સતત વધી રહ્યા છે. સરકારથી લઈને આરોગ્ય વિભાગ ચિંતિત છે યુવાનોમાં વધતા હૃદયરોગના હુમલાને રોકવા શું કરવું જોઈએ? ત્યારે મોરબીમાં યુવાનોને હૃદયની બીમારીઓ અંગે જાગૃત કરવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી એવી મેરેથોન અને સાયકલોથોનનું આયોજન આયુષ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે
આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા આજે તારીખ ૨૯ સપ્ટેમ્બરે વહેલી રોજ સવારે ૬ કલાકે ઉમિયા સર્કલ પાસે રજીસ્ટ્રેશન કરાવીને ૨ કિલોમીટર, ૫ કિલોમીટર અને ૧૦ કિલોમીટરની મોરબી મેરેથોન એન્ડ સાયકલોથોન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું તેને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં દોડો દિલ સે! થીમ હેઠળ યુવાનોને જોગીંગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સાયકલોન નો રૂટ ઉમિયા સર્કલથી સનાળા રોડ ઉપર થઈને સિવિલ હોસ્પિટલ થી રવાપર રોડ ઉપર થઈ સીતારામ ચોકથી હીરાસરી રોડથી કેનાલ રોડ ચડીને લીલાપર રોડ ઉપર રામકો રેસીડેન્સી ઉમિયા નવરાત્રી ગરબી મંડળ મેદાનમાં પૂર્ણ થઈ હતી.
આયુષ હોસ્પિટલ આયોજિત મેરેથોન એન્ડ સાયકલોથોન ૨૦૨૪ માં ભાગ લેનાર ૧૫૬૧થી વધુ સ્પર્ધકો માટે આકર્ષક ઇનામો પણ રાખવામાં આવેલ છે જેમાં રૂપિયા ૧૧,૦૦૦, રૂપિયા ૫૧૦૦ અને રૂપિયા ૨૫૦૦ ના ઇનામો પણ આપવામાં આવ્યા છે.ભાગ લેનાર સ્પર્ધકને મેડલ, ટી શર્ટ, પોસ્ટ રન બ્રેકફાસ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. આ મેરેથોન દોડ નેં લીલી ઝંડી મોરબી ડીવાયએસપી પી.એ. ઝાલાએ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ સમયે આયુષ હોસ્પિટલ નાં ખંડેલવાલ અને તેમનો સ્ટાફ તેમજ મોરબી ની લાયન્સ કલબ અને અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા વિશ્વ હૃદય દિવસ નિમિત્તે આયોજિત મેરેથોન અને સાયક્લોથોનમાં 1500 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ મેરેથોનમાં મહિલાઓ, વૃદ્ધો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.મુખ્ય મહેમાન મોરબી DY SP શ્રી પ્રતિપાલસિંહ ઝાલા સાહેબ, સિરામિક પ્રમુખ શ્રી મુકેશ કુંડારિયા, IMA પ્રમુખ ડૉ. નિકુંજ વડાલિયા, IMA સેક્રેટરી ડૉ. વિરલ લહરૂ, ડૉ. વિજય ગઢિયા, ડૉ. સતીષ પટેલ અને ડૉ. અનિલ પટેલે તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.મેરેથોનમાં પ્રથમ ઇનામ રૂ. 11000, બીજું ઇનામ રૂ. 5100 અને તૃતીય ઇનામ રૂ. 2500 હતું. આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના ડો. લોકેશ ખંડેલવાલ સાહેબે લોકોને કાર્ડિયાક અવેરનેસ માટે પ્રોત્સાહિત કર્યા.
શ્રી કલા ભાઈ- રામકો રેસીડેન્સી, મોરબી પોલીસ વિભાગ, મોરબી નગર પાલિકા, IMA મોરબી, BAMS- ડોક્ટર એસોસિએશન મોરબી, BHMS- ડોક્ટર એસોસિએશન મોરબી, યશ યોગ વર્લ્ડ, પી.જી. પટેલ કોલેજ, લાયન્સ ક્લબ, LEO ક્લબ, રોટરી ક્લબ, ફિટનેસ વુમન, રાધેશ્યામ યોગ, ઉમિયા મહિલા મંડળ, ટ્રાફિક પોલીસ મોરબી. ગતિશીલ યોદ્ધા શ્રી મનીષ સર રેફરી આપશે, રેફરીઓના નામ છે- 1. પરેશ ચાંક 2. ગોવર્ધનભાઈ કમજીભાઈ વડેરા 3. અતુલ કોદરવી 4. કુલદીપ ભરતદાન ગઢવી 5. નિયતિ અગ્રાવત અને મુખ્ય કોચ શ્રી મનીષ અગ્રાવત દ્વારા કાર્યક્રમની સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો.