MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાશે







MORBI:મોરબી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાશે


ઉચ્ચ અધિકારીઓ/પદાધિકારીઓની ઉપસ્થિતમાં લોકપ્રશ્નો તેમજ વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરાશે
મોરબી જિલ્લાના વહીવટી કાર્યમાં વેગ લાવવા અને લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી આગામી તા. ૧૯ જૂન, ૨૦૨૬ ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાશે.
જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષાની સાથે આંતર-વિભાગીય સંકલનને લગતી બાબતો પર ભાર મૂકવામાં આવશે.
આ બેઠકમાં પદધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને તેના ઉકેલ માટે થયેલી કાર્યવાહીની ઝીણવટભરી તપાસ કરાશે તથા જિલ્લાના વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરશે.


