MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા ” કન્યાદાન ” પ્રોજેક્ટ અંતર્ગત એક વધુ આવકારદાયક, અનુકરણીય પ્રયાશ.
MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા ” કન્યાદાન ” પ્રોજેક્ટ અંતર્ગત એક વધુ આવકારદાયક, અનુકરણીય પ્રયાશ.
સમાજમાં આજે મહિલા સશક્તિ કરણની અને સામાજીક સમાનતાની દિશામાં સામાજીક સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા અનેકવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. ત્યારે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા કન્યાદાન પ્રોજેક્ટ અંતર્ગત નિર્ભરતા અને સમર્થન માટે એક આગવો અને અનુકરણીય પ્રયાસ કરવા સાથે સંસ્થાનો હેતુ સિદ્ધ કરવા સાથે સમાજ ઉપયોગી કાર્યોની યસ કલગીમાં એક વધુ છોગુ ઉમેરાયુ હતુ.
મોરબી ખાતે 7 મી નવેમ્બરના રોજ સમાજમાં સહાયતા અને સહાનુભૂતિના ઉમદા ઉદ્દેશ સાથે કાર્યરત મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા કન્યાદાન પ્રોજેક્ટ અંતર્ગત, એક ગંગાસ્વરૂપ માતાની દીકરીને નવા જીવનની શરૂઆત માટે અને એને મદદરૂપ થવા માટે LG નું ડબલડોર ફ્રિજ, 7 સાડીઓ, અને સોનાનો નાકનો દાણો માનભેર ભેટરૂપે અર્પણ કર્યો હતો. આ તકે ખુશીની સાથે ભાવવિભોર દ્રશ્યો સર્જાય હતા અને આ સંસ્થાની બહેનોએ કન્યાદાન પ્રોજેક્ટ અંતર્ગત પોતાની સંસ્થાએ સહાયતા પૂરી પાડી તેમના લક્ષ અને હેતુ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવા સાથે ખુશી વ્યક્ત કરી હતી.
મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા હાથ ધરાયેલો આ પ્રયત્ન નારી સશક્તિકરણ અને સામાજિક સમાનતાના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.