MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શનાળા રોડ માર્કેટીંગ યાર્ડ પાસેથી એક્ટિવાની ડેકીમાં દારૂ છુપાવી નીકળેલો શખ્સ ઝડપાયો

 

MORBI:મોરબી શનાળા રોડ માર્કેટીંગ યાર્ડ પાસેથી એક્ટિવાની ડેકીમાં દારૂ છુપાવી નીકળેલો શખ્સ ઝડપાયો

 

મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન શનાળા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ પાસેથી એક એક્ટિવા સવારને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે વિદેશી દારૂના ચપલા અને એક્ટિવા મળી કુલ રૂપિયા ૪૨,૦૪૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ જ્યારે રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી, ત્યારે શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ પાસે જાહેર રોડ પરથી એક હોન્ડા કંપનીનું એક્ટિવા (રજીસ્ટર નંબર GJ-36-AK-8705) પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન એક્ટિવા ચાલકની હલચલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને તુરંત જ અટકાવ્યો હતો.

પોલીસે એક્ટિવાની તલાસી લેતા તેની ડેકીમાંથી વિદેશી દારૂના ૧૭ નંગ ચપલા (કિંમત રૂ. ૨,૦૪૦) મળી આવ્યા હતા. જેથી પોલીસે વિદેશી દારૂ અને રૂપિયા ૪૦,૦૦૦ની કિંમતનું એક્ટિવા મળી કુલ રૂપિયા ૪૨,૦૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ મામલે એક્ટિવા ચાલક ઈમરાનભાઈ અકબરભાઈ ભટ્ટી (રહે. મહેન્દ્રપરા, મોરબી)ની અટકાયત કરી હતી. તેની આકરી પૂછપરછ દરમિયાન આ ગુનામાં અન્ય એક શખ્સ મુસ્તુફા ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકી (રહે. પંચાસર રોડ, ભરતપરા શેરી નં-૧, મોરબી)નું નામ પણ સામે આવ્યું છે.પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!