MORBI:મોરબીના સામાકાંઠે જાહેરમાં વિદેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો







MORBI:મોરબીના સામાકાંઠે જાહેરમાં વિદેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો: બી ડિવિઝન પોલીસની કાર્યવાહી


મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમે સામાકાંઠે શોભેશ્વર રોડ પરથી જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ સફળ કામગીરી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પર, મફતિયાપરા પાણીની ટાંકીની પાછળ એક શખ્સ જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને ઘટનાસ્થળેથી આરોપી રાજેશભાઈ પોપટભાઈ વડેચા (ઉંમર વર્ષ ૩૦, રહે. મોરબી) ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી:વિદેશી દારૂની બોટલ નંગ: ૧૦ કુલ કિંમત: રૂ. ૮૦૦/-પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ (દારૂબંધી ધારા) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




