MORBI:મોરબીના ઇન્દિરાનગરમાંથી રૂ. 17 હજારથી વધુના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

MORBI:મોરબીના ઇન્દિરાનગરમાંથી રૂ. 17 હજારથી વધુના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો: બી ડિવિઝન પોલીસની કાર્યવાહી
મોરબી શહેરના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાંથી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલીંગ દરમિયાન રૂ. 17,263ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ સામાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે ઇન્દિરાનગર, મેલડીમાતાના મંદિર વાળી શેરીમાં ઓકળાના કાંઠા પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલ અમરશીભાઈ રૂપાભાઈ પંચાસરા (ઉં.વ. ૨૧, રહે. ઇન્દિરાનગર, મોરબી) નામના યુવકને અટકાવી તપાસ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલો તથા ચપલા મળી કુલ ૩૪ નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. 17,263 આંકવામાં આવી છે. પોલીસે દારૂના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








