GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ ચંદ્રગઢની સીમમાં વીજ ચેકિંગ દરમિયાન PGVCLની ટીમ પર હુમલો અને ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

 

Halvad:હળવદ ચંદ્રગઢની સીમમાં વીજ ચેકિંગ દરમિયાન PGVCLની ટીમ પર હુમલો અને ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

 

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં ગેરકાયદે વીજ જોડાણ મામલે તપાસ કરવા ગયેલી PGVCLની ટીમ સાથે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

​મળતી માહિતી મુજબ, હળવદની રુદ્ર ટાઉનશીપમાં રહેતા અને PGVCLમાં ફરજ બજાવતા હિરેનગીરી હરેશગીરી ગોસ્વામી (ઉ.વ. ૪૧) પોતાની ટીમ સાથે ચંદ્રગઢ ગામની સીમમાં ચેકિંગ માટે ગયા હતા. અહીં હસમુખ મૂળજીભાઈ જાદવ નામના શખ્સે ઉધડ રાખેલા ખેતરમાં ગેરકાયદે વીજ જોડાણ મુદ્દે વિવાદ સર્જાયો હતો.​આરોપી હસમુખ જાદવ દ્વારા ખેતરમાં આવેલ વીજ પોલ ઈરાદાપૂર્વક પાડી નાખવામાં આવ્યો હતો. જ્યારે PGVCLના કર્મચારીઓ આ પડી ગયેલા પોલને ફરી ઉભો કરવા અને વીજ લાઈન રીપેર કરવા ગયા, ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને કર્મચારીઓને અટકાવ્યા હતા.
​”ટાંટિયા ભાંગી નાખવાની” ધમકી આપી.​”અહીંથી જીવતા નહીં જાવ” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી.
​સરકારી કામગીરીમાં સીધી રીતે અડચણ ઉભી કરી.
​રૂપિયા 83 હજારથી વધુનું નુકસાન વીજ પોલ પાડી નાખવાને કારણે સરકારી મિલકતને અંદાજે 83,913 નું આર્થિક નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે હિરેનગીરી ગોસ્વામીની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!