MORBI:મોરબી PGVCLની કચેરીમાં મહિલા અધિકારીને પૂર્વ પટાવાળાએ આપી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ





MORBI:મોરબી PGVCLની કચેરીમાં મહિલા અધિકારીને પૂર્વ પટાવાળાએ આપી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી: શહેરના PGVCL વિભાગીય કચેરી-૨ માં ફરજ બજાવતા એક મહિલા અધિકારીને ઓફિસમાં ઘૂસી, જાહેરમાં બિભત્સ ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સરકારી કચેરીમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, મોરબી PGVCL કચેરીમાં સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીએ અનિલ મુળજીભાઈ સોલંકી (રહે. મોરબી) નામના શખ્સ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી અનિલ અગાઉ આ જ કચેરીમાં પટાવાળા તરીકે નોકરી કરી ચૂક્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહિલા અધિકારીએ અગાઉ આરોપી વિરુદ્ધ છેડતી અને ધમકી અંગે પોલીસ ફરિયાદ કરી હતી. આ જૂની અદાવતનો ખાર રાખીને આરોપીએ આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે જ્યારે મહિલા અધિકારી પોતાની કચેરીમાં ફરજ પર હતા, ત્યારે આરોપી તેને વારંવાર ફોન અને મેસેજ કરીને હેરાન કરતો હતો. ફોન ન ઉપાડતા આરોપી સીધો ઓફિસ પહોંચ્યો હતો. તેણે ઓફિસની અંદર જવાની જીદ કરી હતી, પરંતુ સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા તેને રોકવામાં આવતા ત્યાં ભારે હોબાળો થયો હતો.ધમકી અને ગાળાગાળી: સિક્યુરિટી સાથે ઝઘડો કર્યા બાદ આરોપીએ મહિલા અધિકારીને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો.આ મામલે મહિલા અધિકારીની ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપી અનિલ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.




