GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શક્ત શનાળા ગામે નવા પ્લોટમાં કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
MORBI:મોરબીના શક્ત શનાળા ગામે નવા પ્લોટમાં કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
મોરબી સિટી એ ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શક્ત શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં બાતમી આધારે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ક્રેટા કાર જીજે 36 એલ 9179 શંકાસ્પદ લાગતાં તલાશી લીધી હતી જે કારમાંથી ઇંગ્લિશ દારૂ રોયલ ચેલેન્જ ક્લાસિક વ્હિસ્કી 60 બોટલ, બ્લેન્ડર પ્રાઈડ વ્હિસ્કી બોટલ નંગ 96 અને સિગ્નેચર રેર વ્હિસ્કી નંગ 120 અને રોયલ સ્ટગ બોટલ નંગ 12 મળીને કુલ દારૂની બોટલ નંગ 288 કિમત રૂ 2,73,576 અને કાર કિમત 5 લાખ મળીને કુલ રૂ 7,73,576 નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન કારચાલક મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે..