MORBIMORBI CITY / TALUKO
MORBI:મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે ૧ ઓગસ્ટે ખાસ કેમ્પ યોજાશે

MORBI:મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે ૧ ઓગસ્ટે ખાસ કેમ્પ યોજાશે
મોરબી તાલુકાના મકનસર વિસ્તારમાં રહેતા અને LTV (લોંગ ટર્મ વીઝા) ધારક પાકિસ્તાની નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધા આપતો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે.
મકનસર ગામ ખાતે પ્રેમજીનગરની પાછળ આવતીકાલે તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૬ ને શનિવારે બપોરે ૧૨:૦૦ કલાકે આ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મકનસર વિસ્તારના LTV વીઝા ધારક નાગરિકોના વીઝા રીન્યુઅલ તેમજ ભારતીય નાગરિકત્વ (સીટીઝનશીપ) મેળવવા સંબંધિત આનુષંગિક કામગીરી સ્થળ પર હાથ ધરવામાં આવશે. સંબંધિત તમામ LTV ધારકોને આ કેમ્પનો લાભ લેવા મોરબી મામલતદારશ્રી (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.








