GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:મોરબી નજીક આવેલ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં સ્વિમિંગ પુલમાં ડુબી જતાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું

TANKARA:મોરબી નજીક આવેલ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં સ્વિમિંગ પુલમાં ડુબી જતાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું

 

 

Oplus_16908288

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર વીરપર ગામની સીમમાં આવેલ ન્યુએરા ગ્લોબલ સ્કૂલમાં ગઈકાલે સ્વીમીંગ પુલમાં બાળકો સ્વિમિંગ કરી રહ્યા હતા દરમ્યાન ધો. 10 માં અભ્યાસ કરતો એક બાળક પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે બાળકને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર વીરપર ગામની સીમમાં આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં આવેલ સ્વિમિંગ પુલમાં ન્હાવા જતા પ્રીત ગિરીશભાઈ ફળદુ ઉ.વ.16 નામના સગીર વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.અને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ડેડ બોડી ને લઇ જવા માં આવી હતી. આ ફળદુ પરીવાર મૂળ જૂનાગઢ જિલ્લાના વતની હોઈ અને રવાપર ધુનડા રોડ પર હાલ રહેતા હોઈ તેવી માહિતી સામે આવી છે.
ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રીત ફળદુ નામનો વિદ્યાર્થી જ્યારે સ્વિમિંગ પુલમાં ન્હાવા પડ્યો ત્યારે ત્યાં હાજર કોચનું ધ્યાન ન હતું અને વિદ્યાર્થી નાહવા પડ્યો અને તે ડૂબી ગયો અને ડૂબી ગયા બાદ તેમની બોડી પાણીમાં તરતી જોવા મળી ત્યાં સુધી કોચ અને સ્કૂલ આ વાત થી અજાણતા હતા જ્યારે બોડી પાણીમાં ઉપર તરતી આવી ત્યારબાદ કોચ અને સ્કૂલને જાણ થઈ હતી તેવી વાતો વહેતી થઈ છે.જો ખરેખર આવું જ બન્યું હોય તો આ બહુ મોટી બેદરકારી ગણાય. વાલીઓ પોતાના બાળકોને મસમોટી ફી આપી આવી સ્કૂલમાં સ્વિમિંગ જેવી તો સવલતો મેળવતા હોઈ છે. પરંતુ આવી જો ખરેખર બેદરકારી રાખવામાં આવી હોઈ અને કોઈ નો વ્હાલસોયા ડૂબી જાય તો જવાબદાર કોણ? જોકે આ બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોંધ કરી વધુ તપાસ કરી રહી છે. અને આશા રાખીએ કે કોઈ રાજકીય દબાણ વગર આ બનાવની યોગ્ય તપાસ થશે.કેમ કે આ સ્કૂલ રાજકીય વગદારની હોઈ અને એનકેન પ્રકારે મામલો રફે દફે કરવાનાં પ્રયાસો થઈ રહ્યા ના સમાચાર સુત્રો પાસેથી મળી રહ્યા છે.ગઇકાલે બનેલા બનાવના લીધે એકના એક દીકરાનું મોત નિપજતા ફળદુ પરિવાર ઉપર શોખનું મોજુ ફરી વળ્યું

Oplus_16908288

Back to top button
error: Content is protected !!