MORBIMORBI CITY / TALUKO

માળીયા નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી લીધી

માળીયા નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી લીધી 94 હજારથી વધુના દારૂ સહિત કુલ રૂ. 10.99 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ

માળીયા મિંયાણા નજીક બાતમીના આધારે સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે ઈંગ્લીશ દારૂની 251 બોટલ ભરેલી કારને ઝડપી લીધી હતી અને રૂ.94,125 ની કિંમતના ઈંગ્લીશ દારૂ તેમજ કાર સહિત કુલ રૂ. 10.99 લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરની ટીમને સામખીયારીથી મોરબી તરફ નેશનલ હાઇવે પર વિદરકા ગામના પાટિયા પાસે ડિસન્ટ હોટલથી અર્જુનનગર વચ્ચેથી જીજે-૦૩-એચકે-૬૪૫૫ નંબરની મહિન્દ્રા એક્સયુવી ગાડી દારૂ ભરીને પસાર થતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તુરંત ત્યાં દરોડો પાડીને દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી જેમાં કાર ચલાવતા આરોપી વીનેશ રામાભાઈ કોળી (ઉં.વ. 23, રહે. ભચાઉ) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 251 (કિં. રૂ. 94,125), રૂ. 721 રોકડા, એક મોબાઈલ તેમજ 10 લાખની ગાડી મળી કુલ રૂ. 10,99,905 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે પકડાયેલા આરોપીને રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા (રહે. મોટી ખીરઈ) એ કારમાં દારૂ ભરી આપ્યો હતો તેમજ બીજા આરોપી અરવિંદસિંહ ઝાલાએ પાયલોટિંગ કર્યું હોવાનું ખુલ્યું છે જેથી આ તમામ આરોપીઓ વિરૂદ્ધ માળીયા મિંયાણા પોલીસે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!