GUJARATJUNAGADH

સબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા- ૨૦૨૫નું આયોજન : તા.૧૫ જૂન સુધીમાં ઑનલાઇન એન્ટ્રી કરવી

અંડર- ૧૫ સબ જુનિયર ભાઈઓ તથા અંડર- ૧૭ વયજૂથમાં જુનિયર ભાઈઓ અને બહેનોની ટીમ ભાગ લઈ શકશે

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દરેક જિલ્લામાં સબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા- ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ઈચ્છતા શાળા અને સંસ્થાઓના ખેલાડીઓની ફૂટબોલ ટીમની ઓનલાઈન એન્ટ્રી www.subrotocup.in આ વેબસાઈટ પર ફરજિયાત કરવાની રહેશે.અંડર- ૧૫ સબ જુનિયર ભાઈઓ (તા.૧૦-૦૧-૨૦૧૧ જન્મેલા) તથા અંડર- ૧૭ વયજૂથમાં જુનિયર ભાઈઓ અને બહેનો (તા.૦૧-૦૧-૨૦૦૯ જન્મેલા) ટીમે તા.૧૫-૦૬-૨૦૨૫ સુધીમાં આ સ્પર્ધા માટે કરેલ ઓનલાઇન એન્ટ્રી કે પ્રવેશ પત્ર જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર- જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે. એક શાળામાંથી એક વયજૂથમાં એક જ એન્ટ્રી સ્વીકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સબ્રટો મુખર્જી સ્પોર્ટ્સ એજ્યુકેશન સોસાયટી દર વર્ષે એરફોર્સ સ્પોર્ટસ કંટ્રોલ બોર્ડના નેજા હેઠળ પ્રતિષ્ઠિત સુબ્રટો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. આ ટુર્નામેન્ટમાં ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓની ફક્ત ચેમ્પિયન સ્કૂલ ટીમો ભાગ લે છે. વધુ જાણકારી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના મો. ૭૮૫૯૯૪૬૯૮૪ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!