GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર દીઘલિયા પ્રાથમિક શાળા અને શ્રી બોકડથંભા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો.

WANKANER:વાંકાનેર દીઘલિયા પ્રાથમિક શાળા અને શ્રી બોકડથંભા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો.

 

 

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળા અને શ્રી બોકડથંભા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો હતો. ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત તા. ૨૨/૦૩/૨૦૨૫ ના રોજ શ્રી બોકડથંભા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને તા. ૨૯/૦૩/૨૦૨૫ ના રોજ દીઘલિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શ્રી બોકડથંભા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. બંને શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકોએ પરસ્પર મુલાકાત દરમિયાન પોતાના અનુભવો, વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એકબીજાને ઉપયોગી માહિતીનું આદાનપ્રદાન કર્યું હતું. આ ઉપરાંત બન્ને શાળાના વિદ્યાર્થીઓ એકબીજા સાથે વિવિધ રમતો રમ્યા હતા. બન્ને શાળાના વિદ્યાર્થીઓએ બાળગીત, અભિનય ગીત, પ્રશ્નોત્તરી રજૂ કરી હતી. બંને શાળાઓએ શાળાકીય આયોજન, શાળા વ્યવસ્થાપન પ્રવૃત્તિ, શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ વિશે જાણકારી, વિવિધ સર્જનાત્મક બાબતો, શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!