MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાની હરબટીયાળી શાળામાં અનોખો પ્રવેશોત્સવ: ‘ભગવદ્ ગીતા’ થીમ પર બાળકોનો ભવ્ય પ્રવેશ

 

TANKARA:ટંકારાની હરબટીયાળી શાળામાં અનોખો પ્રવેશોત્સવ: ‘ભગવદ્ ગીતા’ થીમ પર બાળકોનો ભવ્ય પ્રવેશ

 

ટંકારા તાલુકા ની શ્રી હરબટીયાળી પ્રા. શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આદરણીય આગેવાનો, શિક્ષણવિદ્ મહાનુભાવો અને વાલીગણની ઉપસ્થિતિમાં બાલવાટિકાના બાળકોને “ભગવદ્ ગીતા”થીમ ઉપર પ્રવેશ અપાવવામાં આવ્યો. બાલવાટિકાના શિક્ષિકા શ્રી ગીતાબેન સાંચલા ના જણાવ્યા અનુસાર બાલવાટિકા એ શૈક્ષણિક જીવનનું પ્રથમ પગથિયું છે. જો આ પ્રારંભિક સ્તરે જ બાળકોમાં ધાર્મિક સંસ્કારો અને મૂલ્યોનું પ્રત્યારોપણ કરવામાં આવે તો બાળકો આપણી ધાર્મિક સંસ્કૃતિ ને જાણે અને તેમનામાં સારા સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી દરેક બાળકોને સફેદ રંગના ટીશર્ટ પહેરવામાં આવ્યા. જેમના ઉપર ભગવદ્ ગીતાના 18 અધ્યાય માંથી એક એક શ્લોક લખવામાં આવ્યો હતો અને ટીશર્ટ ની પાછળ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્લોક પણ લખવામાં આવ્યો હતો. દરેક બાળકનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો. ત્યાં ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ ,શાળાના આચાર્યશ્રી,વાલીગણ અને સ્ટાફ મિત્રોએ આ અનોખા કાર્યની પ્રશંસા કરી અને બાળકોનું ઉષ્માભેર સ્વાગત કર્યું.

Back to top button
error: Content is protected !!