GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના લજાઈ નજીક હોટલ કલબ-૩૬ના લેબર ક્વાર્ટરમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું 

 

TANKARA:ટંકારાના લજાઈ નજીક હોટલ કલબ-૩૬ના લેબર ક્વાર્ટરમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા ટંકારા તાલુકાના લજાઈ ગામે એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં સ્થિત ‘હોટલ કલબ-૩૬’ના લેબર ક્વાર્ટરમાં રહેતા ૨૭ વર્ષીય પરપ્રાંતીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

મળતી વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના બબેરું તાલુકાના આમલોહખર ગામના વતની સુરજ અમરસિંહ યાદવ (ઉં.વ. ૨૭) લજાઈ પાસે આવેલી હોટલ કલબ-૩૬ના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા હતા. દરમિયાન તેમણે કોઈ કારણોસર પોતાના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.બનાવની જાણ થતાં જ ટંકારા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતની નોંધ કરી છે તેમજ યુવકના આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા આગળની કાનૂની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!