MORBI:મોરબી: “મારા ભાઈને તિરછી નજર કેમ મારે છે?” કહી લાતી પ્લોટમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો





MORBI:મોરબી: “મારા ભાઈને તિરછી નજર કેમ મારે છે?” કહી લાતી પ્લોટમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો

મોરબી: શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. “તું મારા ભાઈને કાતરૂ (તિરછી નજર) કેમ મારે છે?” તેમ કહી બે શખ્સોએ એક ૧૯ વર્ષીય યુવક પર છરી વડે હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના અયોધ્યાપુરી રોડ પર ડાયમંડ બેકરી સામે રહેતા જુબેરભાઈ રજાકભાઈ રાજા (ઉ.વ.૧૯) નામના યુવકે આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી સમીર ઉર્ફે સમલો મોવર (રહે. માધાપર) એ જુબેરને બોલાવીને પૂછ્યું હતું કે, “તું મારા ફુઇના દીકરા સોહિલને કાતરૂ કેમ મારે છે?” આ વાત પર ઝઘડો કરી સમીરે જુબેરના વાળ પકડી લીધા હતા અને પીઠના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.
હુમલા દરમિયાન અન્ય આરોપી સોહિલ પણ ત્યાં હાજર હતો, જેણે જુબેરને ગાળો આપી ઢીકા-પાટુનો માર મારી નીચે પાડી દીધો હતો. હુમલાખોરોએ યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા.
પોલીસે ભોગ બનનાર: જુબેરભાઈ રજાકભાઈ રાજા (ઉ.વ.૧૯) આરોપી સમીર ઉર્ફે સમલો મોવર અને સોહિલ પોલીસે આ મામલે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



