MORBi:મોરબીના શનાળા ગામ નજીક હોટલ પાસે બેઠેલા મિત્રો પાસેના હથિયારમાંથી મિસ ફાયરીંગ થતાં એક યુવાન ઈજાગ્રસ્ત
MORBi:મોરબીના શનાળા ગામ નજીક હોટલ પાસે બેઠેલા મિત્રો પાસેના હથિયારમાંથી મિસ ફાયરીંગ થતાં એક યુવાન ઈજાગ્રસ્ત
મોરબીના શનાળા ગામ નજીક આવેલ હોથલ હોટલ નજીક મિત્રો બેઠા હોય દરમિયાન પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરીંગની પ્રેક્ટીસ કરવા જતા મિસ ફાયર થતા એકને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે બે શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા ઈજાગ્રસ્તને સારવાર માટે લઇ જનાર શખ્સની કારમાં પણ હથિયાર મળી આવતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા ગામ નજીક આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં ફાયરીંગ થયું હોય અને એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પી એસ આઈ પી આર સોનારા એ આરોપી મોન્ટુ પલ્લવભાઈ રાવલ અને મહિપતસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.આર્મ્સ એકટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.