
તા.૧૮.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના મોટા ઘાંચીવાડાની જુમ્મા મસ્જીદ માંથી નમાઝ પઢીને બહાર આવતા ૮ થી વધુ લોકોના ટોળાએ ૩ યુવક પર કર્યો હુમલો
અગાઉના ઝઘડાના રૂપિયા મળેલ હોય ફરીથી ઝઘડો કરી રૂપિયા લેવાના ઇરાદે ગત રાતે દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા ખાતેની જુમ્મા મસ્જિદમાંથી નમાઝ પડી બહાર નીકળેલ બે સગા ભાઈઓ પર છ જેટલા મુસ્લિમ યુવકોએ સશસ્ત્ર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે ઈજાગ્રસ્ત્રોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી મામલો થાળે પાડ્યો હતો. હોળી અને રમજાન એક સાથે આવતા દાહોદમાં બંને તહેવારોમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. અને શાંતિથી હોળી અને રમજાનની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. હોળી-ધુળેટીનો રંગનો તહેવાર તો શહેર સહિત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મનાવાયો હતો. જ્યારે ગઈકાલે રાત્રિના સમયે પોણા દસ વાગ્યાના સુમારે દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા, જુમ્મા મસ્જિદમાં નમાજ પડી બહાર આવેલ બે મુસ્લિમ યુવાનો પર થયેલા સશસ્ત્ર હુમલામાં નમાજ પડીને બહાર આવેલા દાહોદ મોટા ઘાંચીવાડામાં જુમ્મા મસ્જિદ પાસે રહેતા અને વેલ્ડીંગ કામ કરતા ૨૨ વર્ષીય પરવેજ અસલમ ભાઈ પટેલ તથા તેનો ભાઈ અંજર એમ બંને ભાઈઓ પર અગાઉના ઝઘડાના રૂપિયા મળેલ હોય ફરીથી ઝઘડો કરી રૂપિયા મેળવવાના ઇરાદે દાહોદ મોટા ઘાંચીવાડા હાફીજ ગલીમાં રહેતા અનુસવાલા પરિવારના સલમાન ફારુક, સફવાન ફારૂક, અબરાજ સિદ્દીક, અલમાજ સિદ્દીક, શાહરૂખ ફારૂક તથા અબરાર સિદ્દીક વગેરે ભેગા મળી એક સંપ કરી ધારીયું, હોકી સ્ટીક, લોખંડની ટામી જેવા મારક હથિયારો લઇ દોડી આવ્યા હતા. અને ગંદી ગાળો બોલી, “કેમ રૂપિયા આપતા નથી, મારો સાલાઓ ને”તેમ કહી સલમાન ફારૂક અનુસ વાલાએ તેના હાથમાંનું લોખંડનું ધારીયું પરવેજ પટેલને મારવા જતા પરવેજે જમણા હાથથી ધારીયું પકડી લીધું હતું. તે વખતે સફવાન અનુસવાલાએ તેના હાથમાંની લોખંડની ટામી પરવેજ પટેલને માથામાં મારી માથું લોહી લુહાણ કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. તે વખતે અલમાજ અનુસવાલા તથા અબરાર અનુસવાલા ગંભીર ઈજાગ્રસ્ત પરવેજ પટેલને ગડદાપાટુ નો માર મારવા લાગ્યા હતા. તે વખતે પરવેજનો ભાઈ અંજર પરવેજને છોડાવવા વચ્ચે પડતા શફવાન અનુસવાલાએ અંજરને તેના હાથમાંની લોખંડની ટામી નાકના ભાગે મારી નાક લોહી લુહાણ કરી નાકનું હાડકું ફેક્ચર કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. તે વખતે અબરાજ અનુસવાલાએ તેના હાથમાંની હોકીસ્ટિક અંજારના કપાળના ભાગે જમણી બાજુ મારી દીધી હતી. તે વખતે પરવેઝ અને તેના ભાઈ અંજરને છોડાવવા તેનો મિત્ર અરમાન સાકીર શીતલ વચ્ચે પડ્યો હતો જેથી અરમાન સાકીર શીતલને સલમાન અનુસવાલાએ તેના હાથમાંના ધારિયાનો હાથો ડાબા હાથના કાંડા પાસે મારી ઈજા પહોંચાડી હતી. આ વખતે અંજર નીચે પડી જતા શાહરૂખ, સલમાન તથા સફવાને અંજરને ઘસડી ઘસડી ને ગડદાપાટુનો માર માર્યો હતો. આ વખતે બૂમાબૂમ મચી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને પરવેજ પટેલ તેમજ તેના ભાઈ અંજરને છોડાવ્યા હતા. તે વખતે અનુસવાલા પરિવારના ઉપરોક્ત છયે જણા જતે જતે, “રૂપિયા આપો નહીં તો ટાંટીયા ભાગી નાખીશું. આજે તો તમો બચી ગયા છો, હવેથી મળશો તો જાનથી મારી નાખીશું” તેવા મતલબની ધાકધમકીઓ આપી ધીંગાણું મચાવતાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી હતી. અને બંને ઇજાગ્રસ્ત ભાઈઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી મામલો થાળે પડ્યો હતો. આ સંબંધે ઇજાગ્રસ્ત પરવેજ અસલમભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ એ ડિવિઝન પોલીસે દાહોદ મોટા ઘાંચીવાડા હાફીજ ગલીમાં રહેતા અનુસવાલા પરિવારના સલમાન ફારુક, સફવાન ફારુક, અબરાજ સિદ્દીક, અલમાજ સિદ્દીક, શાહરૂખ ફારુક તથા અબરાર સિદ્દીક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૮૯(૨),૧૯૧(૨), ૧૯૧(૩),૧૧૫(૨),૧૧૮(૧),૧૧૮(૨),૩૦૮(૪),૩૫૪,૩૫૧(૩) મુજબ રાયોટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.




