HALVAD- વાતો નહીં વિકાસ કરો: હળવદ શહેરના વિવિધ પ્રશ્નો મામલે આમ આદમી પાર્ટીએ લેખિતમાં રજૂઆત
HALVAD- વાતો નહીં વિકાસ કરો: હળવદ શહેરના વિવિધ પ્રશ્નો મામલે આમ આદમી પાર્ટીએ ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી
આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા લોકોના પ્રશ્નો સાંભળવા માટે ભાજપની કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા એ દરમિયાન આમાંથી પાર્ટી હળવદના કાર્યકર્તાઓ હળવદ નગરપાલિકા વિસ્તારના તેમજ હળવદ તાલુકાના રોડ રસ્તા ગટર ના પ્રશ્નો સ્ટ્રીટ લાઈટ ના પ્રશ્નો સાફ-સફાઈ ના પ્રશ્નો હળવદમાં શહેરમાં આવેલ રેલવે ફાટક ના પ્રશ્નો હોય પીવાના પાણીના પ્રશ્ન હોય ખેડૂતોના હાલમાં જે વીજપોલ નાખવાના લઈને જે ઘર્ષણ થતું હોય એ બાબતનો પ્રશ્ન હોય ખાતર ની અંદર ભાવ વધારાના પ્રશ્ન હોય જનતાના પાયાના પ્રશ્નોને લઇ રજૂઆત કરવા પહોંચ્યા હતા
આ દરમિયાન અનેક રજૂઆતો મૌખિક અને લેખિત કરી હતી આ તો કે હળવદ તાલુકા પ્રભારી કમલેશભાઈ ડઢાણીયા હળવદ હળવદ શહેર પ્રમુખ વિપુલ રબારી, તાલુકા ઉપપ્રમુખ બાબુભાઈ મકવાણા, યુવા પ્રમુખ દેવરાજભાઈ સાકરીયા, યુવા પ્રમુખ રમેશભાઈ સોલંકી, ચંદુભાઈ પ્રજાપતિ, વાય જી રાણા, પારસભાઈ જૈન, દીપકભાઈ કાચરોલા સહિતના કાર્યકર્તાઓએ રજૂઆત કરી હતી