GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી દેશના યુવાનોમાં ખુશીનો માહોલ: મોરબીમાં AAP દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

 

MORBI:ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી દેશના યુવાનોમાં ખુશીનો માહોલ: મોરબીમાં AAP દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

 

ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતા આજે દેશના યુવાઓ અને વિદ્યાર્થીઓની મોટી જીત થઈ છે. આ ઐતિહાસિક જીતને બિરદાવવા અને તેની ઉજવણી કરવા માટે વિદ્યાર્થીઓ, યુવાનો અને આમ નાગરિકો દ્વારા નવા બસ સ્ટેન્ડ નજીક એકઠા થઈને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

આ ઉજવણીના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં પંકજભાઈ રાણસરિયા, પરિમલભાઈ કૈલા અને મહાદેવ બાપા સહિતના AAP નેતાઓ તથા મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, “આ જીત એ દેશના યુવાનોના સંઘર્ષ અને એકતાનું પરિણામ છે.” ફટાકડાના અવાજ અને યુવાનોના ઉત્સાહ સાથે સમગ્ર વિસ્તારમાં વિજયી માહોલ સર્જાયો હતો

Back to top button
error: Content is protected !!