GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી: પ્રોહિબિશનના ગુનામાં 4 મહિનાથી ફરાર દિવ્યેશ ઉર્ફે ડાયો પોલીસની ગિરફ્તમાં

MORBI:મોરબી: પ્રોહિબિશનના ગુનામાં 4 મહિનાથી ફરાર દિવ્યેશ ઉર્ફે ડાયો પોલીસની ગિરફ્તમાં
મોરબી સીટી ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ગુનાખોરી પર લગામ લગાવવાના પ્રયાસોમાં મોટી સફળતા સાંપડી છે. છેલ્લા ચાર મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી સીટી ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી દિવ્યેશભાઇ ઉર્ફે ડાયો મોહનભાઇ બાંભવા (રહે. તુલસીપાર્ક, શનાળા બાયપાસ, મોરબી) છેલ્લા ચાર માસથી પોલીસ પકડથી દૂર ભાગતો ફરી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી દિવ્યેશ ઉર્ફે ડાયાને ઝડપી લીધો હતો અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








