MORBIMORBI CITY / TALUKO

SURAT:સુરત ખાતે નવનિર્મિત ‘ગૌરવ સેનાની કુમાર છાત્રાલય’માં એડમિશન પ્રક્રિયાપૂર્વસૈનિકોના સંતાનો માટે રહેવા-જમવાની ઉત્તમ સુવિધા

SURAT:સુરત ખાતે નવનિર્મિત ‘ગૌરવ સેનાની કુમાર છાત્રાલય’માં એડમિશન પ્રક્રિયાપૂર્વસૈનિકોના સંતાનો માટે રહેવા-જમવાની ઉત્તમ સુવિધા

 

ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે

સુરત ખાતે કાર્યરત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સુરત ખાતે નવનિર્મિત ‘ગૌરવ સેનાની ભવન’ ખાતે સૈનિક કુમાર છાત્રાલયની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા હાલ ચાલુ છે.

 

સુરત શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા પૂર્વ સૈનિકોના પુત્રો માટે આ છાત્રાલયમાં રહેવા તેમજ જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા ઈચ્છતા લાયક વિદ્યાર્થીઓના માતા-પિતાએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરતનો રૂબરૂ સંપર્ક કરી પ્રવેશ ફોર્મ મેળવી લેવા અને સત્વરે ભરીને જમા કરાવવાનું રહેશે. આ અંગે વધુ વિગતો કે પૂછપરછ માટે કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!