MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મેયરની રેસમાં ગણેશભાઈ ડાભીના વધતા વર્ચસ્વ વચ્ચે વિવાદનું વંટોળ: આક્ષેપો કરનાર સવાલોના ઘેરામાં?

MORBI:મોરબી મેયરની રેસમાં ગણેશભાઈ ડાભીના વધતા વર્ચસ્વ વચ્ચે વિવાદનું વંટોળ: આક્ષેપો કરનાર સવાલોના ઘેરામાં?

 

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત બાદ હવે શહેરના ‘પ્રથમ નાગરિક’ એટલે કે મેયર કોણ બનશે તેને લઈને રાજકીય અટકળો તેજ બની છે. આ રેસમાં દલવાડી સમાજના અગ્રણી ગણેશભાઈ ડાભીનું નામ મોખરે ચાલી રહ્યું છે. જોકે, રાજકીય પરંપરા મુજબ જેમ વર્ચસ્વ વધે તેમ વિરોધ પણ વધતો હોય છે, તેવો જ ઘાટ અહીં સર્જાયો છે. ગણેશભાઈને રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે જૂના વિવાદોને ફરી જીવતા કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

તાજેતરમાં પંચાસર રોડ પર રહેતા અને જનરલ સ્ટોર ચલાવતા નાનજી છગનભાઈ નકુમ દ્વારા ગણેશભાઈ ડાભી વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ઓડિયો અને વિડિયો ક્લિપ્સ વાયરલ કરીને જમીન વિવાદ અને હુમલાના આક્ષેપો કરાયા હતા. પરંતુ હવે આ આક્ષેપોની પાછળનું સત્ય કંઈક અલગ જ હોવાનું બહાર આવી રહ્યું છે.દસ્તાવેજી પુરાવાઓ આક્ષેપો જે માધાપર સર્વે નંબર 451 વાળી જમીન મુદ્દે વિવાદ ઉભો કરવામાં આવ્યો છે, તેના વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે.નાનજી નકુમે અન્ય 13 વારસદારોની સહમતિ સાથે તારીખ 19-09-2024 ના રોજ આ જમીનનો હિસ્સો કાયદેસર દસ્તાવેજ કરીને ગણેશભાઈ ડાભીને સોંપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાનજી નકુમે આ જ જમીનનો હિસ્સો અગાઉ પણ અનેક લોકોને 20 થી 50 લાખ જેવી મોટી રકમ લઈને સોગંદનામા પર આપ્યો હોવાના પુરાવા મળી રહ્યા છે. જો વ્યવહાર કાયદેસર રીતે પૂર્ણ થઈ ગયો હતો, તો હવે આટલા સમય બાદ વિરોધ કેમ?વીડિયો અને ઓડિયો ક્લિપ પર સવાલો નકુમ દ્વારા રજૂ કરાયેલા હુમલાના વીડિયો અને ઓડિયો ક્લિપ પણ શંકાના દાયરામાં છે.જો ખરેખર હુમલો થયો હતો, તો નાનજી નકુમે અત્યાર સુધી કોઈ FIR કેમ નોંધાવી નથી? વાયરલ થયેલી ઓડિયો ક્લિપ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે તે કોઈ બીજી જમીનના સમાધાન માટેની ચર્ચા હતી, જેને ગણેશભાઈ ડાભી સાથે કોઈ સીધો લેવા-દેવા નથી.મોરબીના રાજકારણના જાણકારો માને છે કે ગણેશભાઈ ડાભીનું મેયર પદ માટેનું નામ નક્કી જેવું જણાતા, હરીફ જૂથો અથવા વિરોધીઓ દ્વારા તેમને બદનામ કરવા માટે નાનજી નકુમને આગળ કરી આ રમત રમાઈ રહી હોઈ શકે છે. અધૂરી માહિતી અને એડિટ કરેલી ક્લિપ્સ દ્વારા જનતા અને પક્ષના મોવડી મંડળને ગેરમાર્ગે દોરવાનો આ પ્રયાસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.હાલ તો આ મામલે મોરબીમાં ભારે ચર્ચા જાગી છે. આગામી દિવસોમાં વધુ સત્ય બહાર આવશે  કે નહીં તે હવે જોવાનું રહેશે કે ભાજપ હાઈકમાન્ડ આ વિવાદને કેવી રીતે જુએ છે.

Back to top button
error: Content is protected !!