MORBI:મોરબી પ્રોહીબિશનના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

MORBI:મોરબી પ્રોહીબિશનના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ અભિયાન અંતર્ગત મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને મોટી સફળતા સાંપડી છે. દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આપેલ સૂચના આધારે મોરબી સીટી બી ડિવિઝન પી.આઈ. જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સી-પાર્ટ ગુ.ર.નં. ૧૮૬૭/૨૦૨૫ પ્રોહીબિશન કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી અબ્જલ ઉર્ફે અજુ જુમાભાઇ માણેક (રહે. ધાંગધ્રા મોચીવાડ, હરીપર રોડ, જી. સુરેન્દ્રનગર) જૂના ઘુટુ રોડ પર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીના નાકા પાસે ઊભો છે.
બાતમી મળતા જ સર્વેલન્સ સ્ટાફના માણસોએ સ્થળ પર દરોડો પાડી આરોપી અબ્જલ ઉર્ફે અજુ માણેકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.








