TANKARA:ટંકારાના લેન્ડ ગ્રેબિંગ કેસમાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો







TANKARA:ટંકારાના લેન્ડ ગ્રેબિંગ કેસમાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો


મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને એક મોટી સફળતા મળી છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન પચાવી પાડવાના (લેન્ડ ગ્રેબિંગ) ગુન્હામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.ની ટીમે વાંકાનેર ખાતેથી દબોચી લીધો છે.

મળતી માહિતી મુજબ, મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ જિલ્લાના નાસતા ફરતા ગુનેગારોની શોધખોળમાં કાર્યરત હતો. તે દરમિયાન સ્ટાફના કર્મચારીઓને સંયુક્ત રીતે એક ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, ટંકારા પોલીસ મથકના લેન્ડ ગ્રેબિંગના ગુન્હાનો નાસતો ફરતો આરોપી અલ્તાફ અલીશા સરવદી (ફકીર) (મૂળ રહે. જીવાપર શેરી, ટંકારા, હાલ રહે. વાંકાનેર) હાલ વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં આવેલ આરીફભાઇ મોગલના રહેણાંક મકાને આવેલો છે. બાતમી મળતાની સાથે જ એલ.સી.બી.ની ટીમ સમય ગુમાવ્યા વિના બાતમીવાળા સ્થળે ત્રાટકી હતી અને ત્યાંથી આરોપી અલ્તાફ અલીશા સરવદીને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપી અલ્તાફ સરવદીને હસ્તગત કરી તેની અટકાયત કરી છે. આ ગુન્હા સંદર્ભે કાયદેસરની આગળની ઘટીત કાર્યવાહી હાથ ધરવા માટે આરોપીને ટંકારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.


