GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના ગાળા નજીક ક્રિકેટનો સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો

MORBI મોરબીના ગાળા નજીક ક્રિકેટનો સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો

 

 

મોરબી : આઇપીએલની સીઝનમાં ક્રિકેટ સટ્ટાની પણ મોસમ શરૂ થઈ છે ત્યારે મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ગાળા ગામ નજીક આવેલ બ્રિઓટા પેપરમિલ પાસેથી ઓનલાઈન ફાઈટર -9 આઈડી ઉપર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા આરોપી શૈલેષ ભૂરાભાઈ જોશી રહે.બ્રિઓટા પેપરમિલની ઓરડીમાં, મૂળ રહે.ડેડાવા તા.વાવ, જિલ્લો બનાસકાંઠા વાળાને રોકડા રૂપિયા 5000 તેમજ 5000ના મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપી શૈલેશે ઓનલાઈન જુગાર રમવા માટેની આઈડી આરોપી અરવિંદ રહે.વાવ જી.બનાસકાંઠા વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે અરવિંદને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!