વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તા. 9મી ઑગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી ડાંગ જિલ્લાનાં કાલીબેલ ખાતે પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પંચમહાભૂતને સમર્પિત પ્રાકૃતિક પૂજાથી કરવામાં આવી હતી,જેમાં પરંપરાગત વિધિઓ દ્વારા પ્રકૃતિની પૂજા કરવામાં આવી હતી.આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય કોર કમિટીના સભ્ય જેઓ
<span;>કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. સેજલબેને આદિવાસી સમાજમાં મહિલા સશક્તિકરણ અને વૃક્ષોનાં જતન પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રકૃતિ અને સ્ત્રીનું સન્માન એ આદિવાસી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને આ મૂલ્યોને જાળવી રાખવા અત્યંત જરૂરી છે.સાથી વક્તા ઉત્પલભાઈ ચૌધરીએ ફળાઉ વૃક્ષોના સંરક્ષણ અને આદિવાસી બાળકોના શિક્ષણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે શિક્ષણ એ આદિવાસી સમાજના વિકાસ માટે પાયાનો પથ્થર છે, અને પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખીને જ વિકાસ સાધી શકાય છે.અંતે પાટિલ કારબારીનાં હસ્તે સરકારી નોકરી મેળવનારાઓને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે આદિવાસી કલાકારો દ્વારા ૨૨ જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પરંપરાગત વાજિંત્રોના સથવારે નૃત્ય અને ગીતો દ્વારા આદિવાસી લોકકલાને જીવંત કરવામાં આવી હતી.સાહ્યાદ્રી ડેવલપમેન્ટ ટ્રસ્ટ ડાંગના સભ્ય,કોકણી-કુનબી સમાજ ડાંગનાં પ્રમુખ,ઉપપ્રમુખ સહિત ટ્રસ્ટનાં અન્ય સભ્યો તથા બિરસા બ્રિગેડ કાલીબેલ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખુબ મહેનત કરી હતી.આ કાર્યક્રમના અંતે, મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનોએ નૃત્ય રેલી યોજી હતી,જેમાં તેઓએ પોતાના પારંપરિક પોશાકો અને વાજિંત્રો સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ રેલીએ આદિવાસી સંસ્કૃતિની ભવ્યતા અને એકતાનો પરિચય કરાવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને દર્શાવનારો એક પ્રેરણાદાયક પ્રસંગ સાબિત થયો હતો..