MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા

MORBI:મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા

 

મોરબી મહાસંઘની ટીમને સતત સાત વવર્ષ થતા નિયમોનુસાર નવી કાર્યકારણી ની વરણી કરાઈ

મોરબી જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કાર્યકારિણીની રચના ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવી, શિક્ષણક્ષેત્રમાં ગુણવત્તા વધારો, શિક્ષકોના હિતોની સુરક્ષા અને સંગઠનને વધુ સશક્ત બનાવવાના હેતુ સાથે નવી ટીમની જાહેરાત કરવામાં આવી.

મોરબી મહાસંઘના જિલ્લા અધ્યક્ષ તરીકે સતત સાત વર્ષથી વધુ સમયથી સફળ નેતૃત્વ પૂરું પાડનાર અને સંગઠનનો વિસ્તાર કરનાર દિનેશભાઈ વડસોલાને મહાસંઘની કાર્યપ્રણાલી અને સંગઠનના નિયમ મુજબ જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરી ગુજરાત પ્રાંત ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો અને એમની જગ્યાએ મોરબીના વતની કિરણભાઈ કાચરોલાને અધ્યક્ષ તરીકેની જવાબદારી, હળવદના વતની પ્રવિણભાઈ ધોળુને જિલ્લાના મંત્રી, હિતેશભાઈ ગોપાણીને પ્રાંત સંગઠન મંત્રી, અને કિરીટભાઈ દેકાવાડીયાની રાજ્યના પ્રતિનિધિ વરણી કરવામાં આવી છે.મોરબી જિલ્લા સંગઠન મંત્રી તરીકે હળવદના કરશનભાઈ ડોડીયા અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે મોરબીના સંદીપભાઈ આદ્રોજા જવાબદારી સંભાળશે.

મોરબી જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે વાંકાનેરના અશોકભાઈ સતાસિયા, ડૉ. લાભુબેન કારાવદરા, ટંકારાના ડાયાલાલ બારૈયા અને હળવદના નરેશભાઈ સોનગ્રા નીમાયા છે. મહિલા ઉપાધ્યક્ષ તરીકે મોરબીના શ્રીમતી કિરણબેન આદ્રોજા, મહિલામંત્રી તરીકે શ્રીમતી વીણાબેન કે. દેસાઈ તથા મહિલા સહમંત્રી તરીકે શ્રીમતી પ્રજ્ઞાબેન ફુલતરીયા કાર્ય કરશે.

કોષાધ્યક્ષ તરીકે વાંકાનેરના નિરવભાઈ બાવરવા, સહ સંગઠન મંત્રી તરીકે મોરબીના વતની હિતેશભાઈ પાંચોટીયા અને રમેશભાઈ ચાવડા, આંતરિક ઓડિટર તરીકે જયેશભાઈ જેઠલોજા તેમજ પ્રચાર પ્રમુખ તરીકે હરમિતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

આ પ્રસંગે સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે નવી કાર્યકારિણી શિક્ષણક્ષેત્રમાં નવી દિશા અને ગતિ લાવશે. શિક્ષકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ, શૈક્ષણિક ગુણવત્તામાં વધારો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સંગઠન સતત કાર્યરત રહેશે.

સભ્યોએ નવી ટીમને અભિનંદન પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની આગેવાની હેઠળ મહાસંઘ મોરબી જિલ્લામાં નવી ઊંચાઈઓ સર કરશે અને સંગઠન વધુ મજબૂત બનશે.

Back to top button
error: Content is protected !!