GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વધુ ૪૦૦ કિલો જથ્થો ઝડપી પાડી: દંડ ફટકારવામાં આવ્યો
MORBI:મોરબીમાં નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વધુ ૪૦૦ કિલો જથ્થો ઝડપી પાડી: દંડ ફટકારવામાં આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી નગર પાલિકા ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન અને સૂચના અન્વયે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો રાખતા અલગ અલગ વેપારીઓને ત્યાં દરોડા પાડી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવાની ચાલતી ઝુંબેશ અંતર્ગત પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા ગઈકાલ તા.૧ ઓક્ટો. ના રોજ મોરબી શહેરમાંથી જુદી જુદી જગ્યાએ દરોડારૂપે તપાસ હાથ ધરી આશરે ૪૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડી લઈ રૂપિયા ૩૪ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.