MORBI:આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે મેલેરિયા વિરોધી માસની ઉજવણી







MORBI:આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે મેલેરિયા વિરોધી માસની ઉજવણી, એક્સ રે સ્ક્રીનિંગ, આયુષ્યમાન કાર્ડ કામગીરી સહિતની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા માં આવી.


રાજ્ય સરકારશ્રી દ્વારા જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવા માર્ગદર્શિકા જાહેર કરેલ હોય તે અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કારોલીયા ની સૂચના અનુસાર તેમજ પ્રા.આ.કે. લાલપર ના મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયા અને સુપેરવાઈઝર દીપકભાઈ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નિયંત્રણ અને અટકાયત માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂન માસને ‘મેલેરિયા વિરોધી માસ’ (Anti-Malaria Month) તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન લોકજાગૃતિ અને અટકાયતી પગલાંઓ શરૂ કરવામાં આવ્યા છે.

આ ઉજવણીના ભાગરૂપે આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા, મેઘનાબેન વરસાત અને પિયુષભાઈ મકવાણા તેમજ આશા વર્કર્સ બહેનો ની ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જેવા કે ખુલ્લા ટાંકા, કુંડા, પક્ષીઓના કુંડા અને ટાયરોમાં ભરાઈ રહેતા પાણીનો નિકાલ કરી ‘પોરાનાશક’ (Abate) કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ જરૂરિયાતવાળા વિસ્તારોમાં ફોગિંગ (ધુમાડો) પણ કરવામાં આવી રહ્યું છે.
ખાસ શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓ માં જાગૃતિ લાવવા તેઓ ને સ્માર્ટ ટી.વી. માં મચ્છરો ની લાઈફ સાઇકલ તેમજ વાહક જન્ય રોગો વિશે વિસ્તૃત માહિતી આપી
મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીનો સંદેશ:”મેલેરિયાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય મચ્છરોની ઉત્પત્તિ રોકવી તે જ છે. જો નાગરિકો અઠવાડિયામાં એક દિવસ ‘ડ્રાય ડે’ (સુકો દિવસ) તરીકે ઉજવે અને ઘરમાં પાણી ભરાઈ રહેવા ન દે, તો આપણે મેલેરિયા મુક્ત સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.”
આ સાથે કેન્દ્ર સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 ને સફળ બનાવવાના આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લા ટી.બી. અધિકારી ડો. ધનસુખ અજાણા સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ગામે ડિઝીટલ એકસરે દ્વારા સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ સ્ક્રીનીંગ નો મુખ્ય ઉદેશ્ય જેને આમ લોકો કરતા ટીબી થવાની શક્યતાઓ વધારે છે એવા ટીબી માટે સંવેદનશીલ ગૃપ જેવા કે 60થી મોટી ઉંમરના લોકો, ડાયાબિટીસના દર્દીઓ,જુના ટીબીના દર્દીઓ, ફેફસાના ટીબીના દર્દીના ઘરના સભ્યો, જે લોકો લાંબા સમયથી ધૂમ્રપાન કરે છે, આલ્કોહોલ લેતા હોઈ, જેનો બોડી માસ્ક ઇન્ડેક્સ 18.5 કરતા ઓછો હોઈ આવા અતિ સંવેદનશીલ ગ્રુપના લોકોને એકત્ર કરી આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે છાતીના ડિઝીટલ એકસરે વિનામુલ્યે પાડવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં લાભાર્થીઓને ઘરઆંગણે હેન્ડ હેલ્ડ(MMU) પોર્ટેબલ મશીન દ્વારા રજનીકાંતભાઇ સુરાણી દ્વારા વિનામુલ્યે ટીબી માટે જોખમ ધરાવતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

આ તકે કુલ ૧૨૭ લાભાર્થીઓના એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા તેમજ આયુષ્યમાન ભારત અંતર્ગત ગામ ના લોકો ના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માં આવ્યા હતા… આરોગ્ય લક્ષી આ તમામ પ્રવૃતિઓમા ગામના એક્ટિવ સરપંચ શ્રી ગૌતમભાઈ હડિયલ એ ખાસ હાજરી આપી હતી તેમજ કામગીરી વધુ સારી બને અને વધુ માં વધુ લોકો લાભ લે એવી ગામ લોકો ને અપીલ કરી હતી.



