TANKARA:ટંકારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે દુષ્યંતકુમાર ભૂતની નિમણૂક: પક્ષ અને જનહિત માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાનો વ્યક્ત કર્યો સંકલ્પ

TANKARA:ટંકારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે દુષ્યંતકુમાર ભૂતની નિમણૂક: પક્ષ અને જનહિત માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાનો વ્યક્ત કર્યો સંકલ્પ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ટંકારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે દુષ્યંતકુમાર ધરમશીભાઈ ભૂતની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા સાહેબ દ્વારા નિમણૂક પત્ર આપીને તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે અને પક્ષની વિચારધારા તેમજ કાર્યક્રમોને જન-જન સુધી પહોંચાડવા માટે આશા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવવામાં આવી છે.
પોતાની નિમણૂક બદલ આભાર વ્યક્ત કરતા નવા નિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખ દુષ્યંતકુમાર ભૂતે જણાવ્યું હતું કે:”મારા પર વિશ્વાસ મૂકીને આ જવાબદારી સોંપવા બદલ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમીત ચાવડા સાહેબ, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી નયનભાઈ અઘેરા, પ્રભારીશ્રી બિપેન્દ્રસિંહ જાડેજા, ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ સંઘાણી તેમજ કોંગ્રેસના તમામ શીર્ષ આગેવાનો અને વડીલો-કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપ સૌએ મારા પર મૂકેલો વિશ્વાસ એ મારા માટે માત્ર સન્માન નથી પરંતુ એક મોટી જવાબદારી પણ છે. આગામી સમયમાં ટંકારા શહેરના પ્રજાકીય પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને વાચા આપવા તેમજ કોંગ્રેસની વિચારધારાને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે હું સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરીશ.સૌ આગેવાનો અને કાર્યકર્તાઓના સાથ-સહકારથી ટંકારા શહેરમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. આ નિમણૂક બદલ સમગ્ર ટંકારા તાલુકા અને શહેર કોંગ્રેસ પરિવાર તેમજ કાર્યકર્તાઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને સૌ તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.









