MORBI:બગથળા ગામના સાવન કાંજીયાની ગાંધીનગર સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી તરીકે નિમણૂક
MORBI:બગથળા ગામના સાવન કાંજીયાની ગાંધીનગર સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી તરીકે નિમણૂક
બગથળા ગામના સાવન ભાઇ હરેશ ભાઇ કાંજીયા એ ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ની પરીક્ષા માં પાસ થયેલ છે.અને તેમને નાયબ સેક્શન અધિકારી સચિવાલય ગાંધીનગર મા નિમણુક આપેલ છે.આં પરીક્ષા મા ૧૮ વિદ્યાર્થી પાસ થયેલ છે.તેઓ એ સિવિલ એન્જિનિયર તરીકે રાજકોટ માં અભ્યાસ પૂર્ણ કરેલ છે.તેઓની નાની ઉંમર મા મોટી સિદ્ધિ હાંસલ કરેલ છે.આં માં તેમના માતૃશ્રી નિર્મલા બેન અને પિતાશ્રી હરેશ ભાઇ( માજી સરપંચ બગથળા ગ્રામ પંચાયત) બને ઓછું ભણેલા છે,પણ તેમની બને ની મહેનત સાવન ભાઇ ને જરૂરિયાત મુજબ માર્ગદર્શન અને ત્યારી કરવા માં પુરે પૂરો સાથ અને સહકાર આપેલ છે.સાવન ભાઇ બગથળા ગ્રામ પંચાયત માં હાલ મંત્રી તરીકે એક વર્ષ થયાં સેવા આપતા હતા.પણ તેમનું ધ્યેય એક જ હતું કે મારે GPSC પરીક્ષા પાસ કરવી છે.તેમનું કહેવાનું દરેક વિદ્યાર્થી ને એક જ લક્ષ અને ધ્ધેય જીવન માં રાખી અને મહેનત કરશો તો તમે અવશ્ય સફળ થશો.તો તેમની દરેક વિદ્યાર્થી ને ભલામણ છે સખત મહેનત અને ધ્ધ્યેય રાખશો તો આપ જરૂર સફળ થશો.સાવન ભાઈએ સરદાર ધામ ગાંધીનગર મા રહી ને ત્યઆરી કરેલ હતી.તેઓ એ બગથળા ગામ નું ગૌરવ વધારેલ છે.તેઓ એ પ્રાથમિક અને હાઈસ્કૂલ નો અભ્યાસ બગથળા ગામ માં જ કરેલ હતો.