HIMATNAGARSABARKANTHA

અખાત્રીજે યોજાનાર લગ્નો દરમિયાન તમારા આસપાસ કોઇ બાળલગ્ન નજરે પડે તો તુરંત ફોન કરો

અખાત્રીજે યોજાનાર લગ્નો દરમિયાન તમારા આસપાસ કોઇ બાળલગ્ન નજરે પડે તો તુરંત ફોન કરો

*****

સાબરકાંઠા જિલ્લામાં બાળલગ્ન અટકાવવા સમાજસુરક્ષા દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા

*****

 

અક્ષય તૃતીયા (અખાત્રીજ) એટલે લગ્ન માટે શ્રૈષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. સમગ્ર રાજયમાં વિવિધ સમાજોમાં મોટા પ્રમાણમાં લગ્ન યોજાતા હોય છે. પરતુ કેટલાક કિસ્સામાં બાળલગ્નો થવાના બનાવો સામે આવે છે જેને લઇ સાબરકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા આવા બાળ લગ્ન અટકાવવા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

જેમાં ખાસ બાળ લગ્નો ન થાય તે માટે સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને અપીલ કરવામાં આવી છે કે, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે દીકરા-દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળ-લગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે. તેથી આપના વિસ્તારમાં/આપના ગામમાં કે આપના મહોલ્લામાં બાળ-લગ્ન ન થાય તેની તકેદારી રાખવી. અન્યથા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ રૂ. એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે. જેથી જો બાળલગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળ-લગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે બાળલગ્ન પ્રતિબંક અધિકારી શ્રી એમ.એચ. પટેલ (૯૪૨૯૪૪૮૨૪૪), જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ.એસ.પાંડોર (૯૪૨૭૬૭૨૪૮૨), સંસ્થાકીય સંભાળ સુરક્ષા અધિકારી શ્રી એમ.ડી.સોલંકી (૯૯૦૯૮૪૧૮૯૬), બિન સંસ્થાકીય સંભાળ સુરક્ષા અધિકારી શ્રીમતી પી.એસ. શાહ અથવા ચાઇલ્ડ લાઇન(૧૦૯૮) પોલીસ (૧૦૦), મહિલા અભયમ ૧૮૧ સહિતના હેલ્પલાઇન નંબરો પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!