MORBI:મોરબી નહેરૂગેટ ચોકમાં અશોક મેડિકલ ઉપરથી જૂનું કાટમાળ તૂટી પડતાં અફરાતફરી, ટ્રાફિક પોલીસે તાત્કાલિક સંભાળી પરિસ્થિતિ

MORBI:મોરબી નહેરૂગેટ ચોકમાં અશોક મેડિકલ ઉપરથી જૂનું કાટમાળ તૂટી પડતાં અફરાતફરી, ટ્રાફિક પોલીસે તાત્કાલિક સંભાળી પરિસ્થિતિ
રીપોર્ટ મોહસીન શેખ દ્વારા
મોરબી: શહેરના વ્યસ્ત નહેરૂગેટ ચોક ખાતે આવેલી અશોક મેડિકલની ઉપરના ભાગમાં આવેલું જૂનું નળિયાવાળું કાટમાળ અચાનક રોડ પર તૂટી પડતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે બનાવ સમયે કોઈ રાહદારી કે વાહનચાલક તેની ઝપેટમાં ન આવતા કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
બનાવના પગલે નહેરૂગેટ ચોક વિસ્તારમાં વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પી.આઈ. ખરાળી ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઈ ડી.બી. ઠક્કર તાત્કાલિક સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.
ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ, કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરા તેમજ કોસ્ટેબલ દેવાયતભાઈ ગોહિલ, ટી.આર.બી. જવાન ફારૂકભાઈ સુમરા અને મેહુલભાઈ મકવાણા દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર ટ્રાફિકને સુવ્યવસ્થિત રીતે ડાયવર્ટ કરી થોડા જ સમયમાં વાહનવ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો.
આ ઉપરાંત ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકાને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, જેથી જોખમી કાટમાળ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી શકાય.
સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસે સતર્કતા, ઝડપી પ્રતિસાદ અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં સંભવિત મોટી દુર્ઘટના ટાળી હતી. સ્થાનિકોએ પણ ટ્રાફિક પોલીસની સમયસરની કામગીરી અને અસરકારક ટ્રાફિક નિયંત્રણની પ્રશંસા કરી હતી.












