GANDHINAGARHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના બ્રાહ્મણી ડેમ-૨ ખાતે ખેડૂતોનો હલ્લાબોલ: પિયતના પાણી માટે ઉગ્ર વિરોધ

 

HALVAD:હળવદના બ્રાહ્મણી ડેમ-૨ ખાતે ખેડૂતોનો હલ્લાબોલ: પિયતના પાણી માટે ઉગ્ર વિરોધ

 

હળવદ, ગુજરાત હળવદ પંથકમાં પિયતના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રાહ્મણી ડેમ-૨ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને તંત્ર સામે હલ્લાબોલ કર્યો છે.

૭થી વધુ ગામો પ્રભાવિત: બ્રાહ્મણી ડેમ-૨ માંથી ધનાળા, મયુરનગર, ધુળકોટ, સુરવદર, ટીકર, ઘાટીલા અને દેવળીયા સહિતના અનેક ગામોને પિયતનું પાણી પૂરું પાડવામાં આવે છે.

પાક જોખમમાં: ખેડૂતોએ ખરીફ સીઝનમાં મગફળી અને કપાસ જેવા મહત્વના પાકોનું વાવેતર કરી દીધું છે, પરંતુ હવે પાકને બચાવવા માટે તાત્કાલિક પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

તંત્ર સામે રોષ: યોગ્ય સમયે પાણી ન મળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતોએ ડેમ સાઇટ પર જઈને ન્યાયની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

ખેડૂતોની માંગ: “સરકાર તાત્કાલિક ધોરણે કેનાલો મારફતે પિયતનું પાણી છોડે, જેથી કિંમતી પાકને બચાવી શકાય અને ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી ઉગારી શકાય.”

વઘુમાં: તેમણે જણાવ્યું કે ડેમમાં પાણી છોડવાનું અથવા તેના વપરાશનું આયોજન ૨ મહિના પહેલાં જ થઈ જવું જોઈએ. જ્યારે ડેમ પૂરેપૂરો ભરેલો હોય ત્યારે જ યોગ્ય પ્લાનિંગ જરૂરી છે.

ડિજિટલ ઈન્ડિયા પર કટાક્ષ: “ડિજિટલ ઈન્ડિયા” માત્ર વાતો કરવાથી કે સપના જોવાથી નથી બનતું. તેના માટે ૬ મહિના અગાઉથી જ તમામ પ્લાન અને આયોજન તૈયાર હોવા જોઈએ. સરકારને પોતાના ઉત્સવોના ખોટા ખર્ચા બંધ કરીને જમીની હકીકત પર ધ્યાન આપવા વિનંતી કરી છે.

ભ્રષ્ટાચારનો આરોપ: રોડ-રસ્તાના કામો, કેનાલના કામો અને અન્ય તમામ સરકારી વિકાસ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. માત્ર કોન્ટ્રાક્ટ આપી દેવાથી કામ સારું થતું નથી.

પાણીની કટોકટી: લોકોને પીવાનું પાણી પણ પૂરતું મળતું નથી. નર્મદા કેનાલ ભરેલી હોવા છતાં બ્રાહ્મણી-૨ કેનાલ ખાલી પડી છે, જેના કારણે આશરે ૩૦૦ જેટલા ગામડાઓના ખેડૂતો અને જનતાને પીવા તથા સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી.

રાજકારણ અને લોકશાહી: ચૂંટણીઓ પૂરી થયા પછી પક્ષપાત (ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી) ભૂલીને માત્ર વિકાસના કાર્યો પર ધ્યાન આપવું જોઈએ, તેને જ સાચી લોકશાહી કહેવાય. તેમણે મીડિયાના માધ્યમથી તત્કાલીન મુખ્યમંત્રીશ્રીને અપીલ કરી છે કે ચૂંટણીઓ પછી પક્ષપાતી રાજકારણ અને ભાષણો બંધ કરી, ગુજરાતનો ખેડૂત અને સામાન્ય માણસ કેવી રીતે આગળ વધે તે અંગે વિચારવું જોઈએ. જો ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે, તો દરેક વ્યક્તિએ ભૂખે મરવાનો વારો આવશે.

Back to top button
error: Content is protected !!