MORBI:મોરબી પાલિકામાં હાજરીનું કૌભાંડ: બીજાના નામે અંગૂઠા લગાવી પગાર પડાવનાર ૮ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ





MORBI:મોરબી પાલિકામાં હાજરીનું કૌભાંડ: બીજાના નામે અંગૂઠા લગાવી પગાર પડાવનાર ૮ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ

મોરબી: મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની ગંભીર બેદરકારી અને આર્થિક ઉચાપતનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અન્ય ગેરહાજર કર્મચારીઓની હાજરી પોતાના અંગૂઠા અને આંગળીઓ મશીનમાં પંચ કરી પૂરી દેવાના મામલે આઠ રોજમદાર કર્મચારીઓ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટની અંબિકા ટાઉનશિપમાં રહેતા અને પાલિકામાં ફરજ બજાવતા ૨૭ વર્ષીય દિપભાઈ સુરેશભાઈ ફળદુએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. વર્કશોપ શાખામાં અમુક કર્મચારીઓ એટેન્ડન્સ ઇલેક્ટ્રિક મશીન સાથે ચેડાં કરતા હોવાનું સામે આવ્યું હતું. આ કર્મચારીઓ અન્ય સાથી કર્મચારીઓની જાણ બહાર, તેઓ ગેરહાજર હોવા છતાં પોતાના અંગૂઠા લગાવી ખોટી હાજરી પૂરતા હતા.
આ રીતે ખોટી હાજરી પૂરીને આરોપીઓએ કુલ ૧૩ રોજમદાર કર્મચારીઓના નામે આશરે રૂ. ૯,૭૫૫/- ના પગારની નાણાકીય ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. સરકારી નાણાંનો દુરુપયોગ અને વિશ્વાસઘાત કરવા બદલ પાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.
પોલીસે ૮ શખ્સો સામે ગુનો નોંધ્યો છે:૧. મંદીપ ચાવડા (રહે. નાની વાવડી),૨. વિમલભાઈ બાવળીયા (રહે. સામાકાંઠે),૩. અભયભાઈ છબીલભાઈ ચૌહાણ (રહે. રામકૃષ્ણનગર),૪. સુનિલભાઈ ભરતભાઈ મકવાણા,૫. રોહિતભાઈ ધિરૂભાઈ,૬. લલીતભાઈ ચાવડા ,૭. સંજયભાઈ ઘનશ્યામભાઈ ચાવડિ,૮. રાજેશભાઈ
મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે આ તમામ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



