MORBI:મોરબી મહાનગરપાલિકાને બજરંગ દળનો સીધો સવાલ: “પરમિશન નથી તો ગેરકાયદે કતલખાના ચાલે છે કેવી રીતે?”

MORBI:મોરબી મહાનગરપાલિકાને બજરંગ દળનો સીધો સવાલ: “પરમિશન નથી તો ગેરકાયદે કતલખાના ચાલે છે કેવી રીતે?”
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રેસિડેન્શિયલ વિસ્તારો, જાહેર માર્ગો અને ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના અને જાહેરમાં માંસના વેચાણ અંગે હિન્દુ સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કાયમી અને અસરકારક કાર્યવાહી ન થતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશનરશ્રીને સીધો અને સ્પષ્ટ સવાલ પૂછવામાં આવ્યો છે કે, જો પાલિકા કે સરકારી તંત્ર દ્વારા આવા કતલખાનાઓ કે માંસ વેચાણ માટે કોઈ કાયદેસર પરમિશન આપવામાં આવી જ નથી, તો પછી રેસિડેન્શિયલ વિસ્તારોમાં જાહેરમાં પશુઓની કતલ અને માંસ લટકાવીને વેચાણ કરવાની પ્રવૃત્તિઓ કયા આધારે ચાલી રહી છે?
“માત્ર તહેવારોમાં બંધ રાખવાનું જાહેરનામું એ કાયમી ઉકેલ નથી”કાયદો સૌ માટે સમાન! મોરબીમાં નોનવેજના ખુલ્લા વેચાણ કેમ
સંગઠનોએ વિરોધ દર્શાવતા જણાવ્યું છે કે માત્ર શ્રાવણ માસના સોમવાર કે જન્માષ્ટમી જેવા પવિત્ર દિવસોમાં કતલખાના બંધ રાખવા અંગે જાહેરનામું બહાર પાડવાથી મૂળ સમસ્યાનો ઉકેલ આવતો નથી. જો કોઈ પ્રવૃત્તિ સંપૂર્ણપણે ગેરકાયદેસર અને મંજૂરી વગરની હોય, તો તેની સામે વર્ષના તમામ દિવસોમાં કાયમી અને સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?
રેસિડેન્શિયલ વિસ્તારોમાં જાહેરમાં થતી કતલ અને અસ્વચ્છ રીતે થતા માંસના વેચાણથી સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને માર્ગ પરથી પસાર થતા નાગરિકો પર વિપરીત અસર પડે છે. સાથોસાથ ધાર્મિક સ્થળો નજીક આવી પ્રવૃત્તિઓથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે.
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં કતલખાના/માંસ વેચાણ માટે આપવામાં આવેલી તમામ સત્તાવાર પરમિશન અને લાઈસન્સની વિગતો જાહેર કરવામાં આવે.
પરમિશન વગર ચાલતા તમામ કતલખાના અને માંસ વેચાણ કેન્દ્રો સામે તાત્કાલિક કાયદેસર કડક કાર્યવાહી થાય.
રેસિડેન્શિયલ વિસ્તારો અને ધાર્મિક સ્થળોની આસપાસ ચાલતી આવી પ્રવૃત્તિઓની તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે.
માત્ર પ્રેસનોટ કે તહેવાર પૂરતી અપીલ કરવાને બદલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કાયમી નિરાકરણ લાવવામાં આવે.
ભૂતકાળમાં હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર તંત્ર દ્વારા શું પગલાં લેવાયા તેની લેખિત માહિતી જનતા સમક્ષ મૂકવામાં આવે.
વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સમાજ, મોરબી દ્વારા સ્પષ્ટ શબ્દોમાં માંગ કરવામાં આવી છે કે પાલિકા તંત્ર કાયદાનું પાલન કરાવી નિયમ વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા જવાબદારો સામે કડક પગલાં ભરે.













