MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વોર્ડ નંબર 09માં ભાજપના કાર્યાલય પર 5 દિવસમાં 3 વાર બેનર બદલાયા, રાજકીય ગરમાવો તેજ

 

MORBI:મોરબી વોર્ડ નંબર 09માં ભાજપના કાર્યાલય પર 5 દિવસમાં 3 વાર બેનર બદલાયા, રાજકીય ગરમાવો તેજ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 09માં રાજકીય માહોલ રોજેરોજ વધુ ગરમાઈ રહ્યો છે. અહીં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર વારંવાર બદલાતા બેનરોએ સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ જગાવી છે.

 

​શરૂઆતમાં કાર્યાલય પર વોર્ડના ચારેય ઉમેદવારોના ફોટાવાળું બેનર લગાવવામાં આવ્યું હતું.​એક ઉમેદવાર સામે સામાજિક વિરોધ ઉઠતા, તે બેનર હટાવીને માત્ર ત્રણ ઉમેદવારોના ફોટાવાળું નવું બેનર લગાવવામાં આવ્યું.​હવે ફરી એકવાર ફેરફાર કરીને તમામ ઉમેદવારોના ફોટા દૂર કરી દેવાયા છે. હાલ કાર્યાલય પર માત્ર ભાજપનું પ્રતીક ‘કમળ’ અને “વોર્ડ નંબર 09” લખેલું સાદું બેનર જોવા મળી રહ્યું છે.​માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં ત્રણ વખત બેનર બદલાવાની આ ઘટનાને કારણે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ઉમેદવારોની પસંદગી અને આંતરિક ખેંચતાણને લઈને મતદારોમાં પણ ભારે ઉત્સુકતા અને ચર્ચા જોવા મળી રહી છે.

Back to top button
error: Content is protected !!