GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાંથી બે અલગ અલગ સ્થળેથી બાઈક ચોરીની ફરીયાદ 

MORBI:મોરબીમાંથી બે અલગ અલગ સ્થળેથી બાઈક ચોરીની ફરીયાદ

 

 

મોરબી શહેરમાં ગાંધી ચોકમાંથી અને અવની ચોકડી પાસેથી બાઈક ચોરી કરી કોઈ અજાણ્યો શખ્સ લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના લાલપુર ગામના વતની અને હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ પર રવાપર રેસીડેન્સી દેવરત્ન એપાર્ટમેન્ટ -૮૦૩મા રહેતા સાગરભાઈ રસીકભાઇ સાપરીયા (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૫-જી.ઈ.-૩૩૧૨ જેની કિંમત રૂ. ૨૫૦૦૦ વાળુ મોરબીના ગાંધી ચોકમાં શ્રી રામ રસ સેન્ટર પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજી ફરીયાદ મોરબીના રવાપર રોડ ગીતા પાન વાળી શેરી ઇ ઓન હાઇટર્સ છઠ્ઠા માળે રહેતા કીશનકુમાર દીલીપભાઇ ગામી (ઉ.વ.૨૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ સુઝુકી કંપનીનું એક્સેસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એમ-૫૯૧૦ જેની કિંમત રૂ.૯૫૦૦૦ વાળુ મોરબીની આવની ચોકડી પાસે પુજા પાન સામે પાર્ક કરેલ જગ્યાએ થી ખસેડી ચોરી કરી અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!