MORBIMORBI CITY / TALUKO

MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો 

MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો

 

આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે ચકલા ઘર તથા તેમની તૃષા છીપાવવા માટે માટીના ઠંડા કુંડા (પરબિયા)નુ વિનામૂલ્યે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે વિતરણ કરવામાં આવ્યું

સ્વ દિવાળીબેન ચકુભાઈ ફુલતરિયા ની ૩૩ મી પુણ્યતિથી નિમિત્તે ચકલા ઘર તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા પાણી ના માટીના પરબિયા તેમજ આ કાળઝાળ ગરમીમાં ચકલા ઘર તથા પરબિયા લય જતા

જીવદયા પ્રેમીઓ અને રાહ દારીઓને સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પિન્ટુગિરિ દ્વારા વરિયાળી સરબત પાવામાં આવ્યું આ ત્રિવિધ જીવદયા સેવાકીય પ્રવૃત્તિમા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયાના માર્ગદર્શન તળે તથા શ્રી રામ કબૂતર ઘરના ટ્રસ્ટી શ્રી વાઘજીભાઈ ચકુભાઈ ફુલતરિયા અને તેમના પરિવારની હાજરીમા ૧૦૦૦ ચકલા ઘર અને પરબિયા નુ વિતરણ કરવામાં આવ્યુ આ સેવાકાર્ય મા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સેક્રેટરી તથા ઝેડસી લા કેશુભાઈ દેત્રોજા તથા સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડી જી લા રમેશભાઈ રૂપાલા

પુર્વ પ્રમુખ લા એ એસ સુરાણી તથા પાસ્ટ ખજાનચી લા મણીલાલ જે કાવર લા નાનજીભાઈ મોરડીયા સભ્ય લા મહાદેવભાઈ ચિખલિયા લા બાલુભાઈ પાચોટીયા લા રશ્મિકાબેન રૂપાલા સત્યેશ્વર મહાદેવના પુજારી તથા અન્ય સેવાભાવી ભાઈઓ દ્વારા આ ત્રિવેણી સંગમ જેવો જીવદયા સેવાકીય પ્રોજેક્ટ પુરો કરવામાં આવ્યો આ સેવાકાર્ય ના પ્રોજેકટ ચેરમેન લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા હતા એવું લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સેક્રેટરી લા કેશુભાઈ દેત્રોજાની યાદી મા જણાવવામાં આવે છે

Back to top button
error: Content is protected !!